ગયા અઠવાડિયે ઉત્તરપ્રદેશમાં હિંસા થઇ હતી. ગુરુવારે લખનઉમાં હિંસા થયા બાદ શુક્રવારે ઝૂમ્માની નમાઝ બાદ 20થી વધુ જિલ્લાઓમાં જબરદસ્ત હિંસા ફાટી નીકળી હતી. આવામાં આજે ફરીથી ઝૂમ્માની નમાઝ બાદ હિંસા ના થાય તે માટે તંત્રએ કડક અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે અલગ અલગ એરિયામાં પોલીસનુ ફ્લેગ માર્ચ પણ શરૂ થઇ ગયુ છે.
હિંસા ના થાય તેની તકેદારીના પગલે લખનઉ સહિત અમૂક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ગયા અઠવાડિયે થયેલી હિંસામાં પોલીસ અત્યાર સુધી લગભગ 1113 લોકોની ધરપકડ કરી છે, પોલીસ સોશ્યલ મીડિયા પર પણ નજર રાખી રહી છે.