Lok Sabha Election 2024: સમાજવાદી પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે અત્યારથી જ એક ખાસ રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. સમાજવાદી પાર્ટી પછાત, મુસ્લિમ અને દલિતોનું સંયોજન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેની ઝલક જાહેર કરાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં જોવા મળી છે. રાજકીય નિષ્ણાતોના મતે અખિલેશ યાદવ ઓબીસી મતો ખાસ કરીને બિન-યાદવ મતો એકત્રિત કરવામાં વ્યસ્ત છે. આ કારણોસર તેઓ જ્ઞાતિ સમીકરણને યોગ્ય રીતે ગોઠવવામાં વ્યસ્ત છે. તે ઓબીસીને એકત્ર કરવા માટે એક પછી એક મુદ્દા ઉઠાવતા રહેવા માંગે છે. આ જ કારણોસર સ્વામી પ્રસાદ રામચરિત માનસ પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.


રાષ્ટ્રીય કાર્યકારિણીમાં માત્ર મૌર્ય જ નહીં બસપા અને કોંગ્રેસના ઘણા નેતાઓને ઘણું મહત્વ આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંઈક આવુ જ કોમ્બિનેશનની ઝલક રાજ્યની ટીમમાં પણ જોવા મળતી રહેશે.


સપાના એક નેતાએ કહ્યું હતું કે, ઓબીસી આરક્ષણ, જાતિની વસ્તી ગણતરી જેવા મુદ્દાઓ પર શાસક પક્ષને ઘેરવાની તૈયારી ચાલી રહી છે. અખિલેશ યાદવ જાણે છે કે ભાજપ માટે આ બધાનો ઉકેલ શોધવો મુશ્કેલ બનશે. આ કારણોસર જિલ્લાઓમાં પણ આ મુદ્દાઓ પર રણનીતિ બનાવવામાં આવી રહી છે. પક્ષમાં જાતિના આધારે એડજસ્ટમેન્ટની તૈયારી ચાલી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં મુદ્દા અલગ હતા હવે આ મુદ્દાઓને ઉઠાવીને રાષ્ટ્રીય સ્તરે લઈ જઈ શકાય છે. લોકસભાની ચૂંટણીથી ભાજપે પછાત જાતિઓને પોતાની તરફેણમાં રાખી હતી. આ ચૂંટણીમાં સપાને યાદવ અને મુસ્લિમ અને બિન-યાદવ સમુદાયનો કેટલોક હિસ્સો જરૂર ભાગ આવ્યો હતો પરંતુ બાકીનો ભાગ ભાજપે અંકે કરી લીધો હતો. તેનું પરિણામ એ આવ્યું કે ભાજપે સપાટો બોલાવી સરકાર બનાવી. પરંતુ મૈનપુરીની પેટાચૂંટણીમાં જે રીતે યાદવ ઉપરાંત દલિત મતો સમાજવાદી પાર્ટીને મળ્યા તેનાથી પાર્ટીએ ફરી એકવાર દલિતોને મહત્વ આપવાનું શરૂ કર્યું છે.


14 રાષ્ટ્રીય મહાસચિવોમાં એક પણ બ્રાહ્મણ કે ક્ષત્રિય નહીં


રાજકીય વિશ્લેષક પ્રસુન પાંડેનું કહેવું છે કે, ગઈ કાલે જાહેર કરવામાં આવેલી સપાની રાષ્ટ્રીય ટીમને જોતા 11 યાદવ અને 9 મુસ્લિમોને પોસ્ટ આપીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 14 રાષ્ટ્રીય મહાસચિવોમાં એક પણ બ્રાહ્મણ કે ક્ષત્રિયને સ્થાન આપવામાં આવ્યું નથી.


આ સાથે બિન-યાદવ ઓબીસી જાતિના નેતાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ વખતે કારોબારીમાં 9 મુસ્લિમ, 11 યાદવ, 25 બિન-યાદવ ઓબીસી, 10 સુવર્ણ જાતિ, 6 દલિત, એક અનુસૂચિત જનજાતિ અને એક ખ્રિસ્તી છે. બ્રાહ્મણ નેતાઓમાં અભિષેક મિશ્રા, તારકેશ્વર મિશ્રા, રાજ કુમાર મિશ્રા, પવન પાંડેનો પણ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બે ઠાકુર છે. ગેર-યાદવમાં ત્રણ કુર્મી અને પાંચ જાટ છે. અન્ય પક્ષોના નેતાઓને ધ્યાને લઈને ફરી એકવાર સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સપા ફરી એકવાર પછાત, દલિતો અને મુસ્લિમોને એક કરશે અને લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી બેઠકો છીનવવાનો પ્રયાસ કરશે.