નવી દિલ્હીઃ ABP-C Voter Survey: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને કેટલાક મહિના બાકી છે. એવામાં તમામ પાર્ટીઓએ પોતાની દાવેદારી મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોગ્રેસથી લઇને સપા અને ભાજપથી લઇને બસવા અને તમામ નાની પાર્ટીઓ ચૂંટણીમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયાસમાં છે. એવામાં એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને ઉત્તર પ્રદેશની જનતાનો મૂડ જાણ્યો છે. અમે પૂર્વાંચલ અને અવધ રિઝનમાં લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે.


પૂર્વાંચલ રીઝનમાં કોને કેટલા મત મળશે?


 પૂર્વાંચલ રીઝનમાં વિધાનસભાની કુલ 130 બેઠકો આવે છે. એવામાં સત્તા મેળવવા માટે આ વિસ્તાર તમામ પાર્ટીઓ માટે મહત્વની છે. સી-વોટરના સર્વેમાં અહી ભાજપને 40 ટકા મત મળવાનો અંદાજ છે. જ્યારે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 34 અને માયાવતીની બસપાને 17 ટકા મત મળવાનો અંદાજ છે. જ્યારે કોગ્રેસને ફક્ત છ ટકા અને અન્યને છ ટકા મત મળી શકે છે.


અવધ વિસ્તારમાં 118 બેઠકો આવે છે. આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પણ આવે છે. અહી સૌથી વધુ 42 ટકા મત ભાજપને મળવાની સંભાવના છે. ત્યારબાદ એસપી 34 ટકા સાથે બીજા નંબર પર છે જ્યારે બીએસપીના ખાતામાં 13 ટકા મત અને કોગ્રેસના ખાતામાં સાત ટકા મત મળવાનો અંદાજ છે. તે સિવાય અન્યને ચાર ટકા મત મળી શકે છે.


નોંધઃ એબીપી ન્યૂઝ માટે સી વોટરે સાપ્તાહિક સર્વે શરૂ કરી ઉત્તર પ્રદેશની જનતાનો મૂડ જાણ્યો છે. આ સર્વેમાં ઉત્તર પ્રદેશના 6 હજાર 709 લોકોએ ભાગ લીધો હતો. સર્વે 11થી 17 નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમા માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ ત્રણથી પ્લસ માઇનસ પાંચ ટકા છે.


ભાજપ નેતા વરુણ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોને 1-1 કરોડ આપવા કરી માંગ


પ્રિયંકા ગાંધીએ PM મોદીને લખ્યો પત્રઃ કહ્યું, હવે લખીમપુર પીડિતોને ન્યાય મળે, ગૃહ રાજ્યમંત્રી સાથે મંચ પર ન બેસતા


આપણી ખબરઃ પાટીદાર અનામત આંદોલનના કેસ અંગે સી.આર.પાટીલે શું આપ્યું નિવેદન?