લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત રાજભવનને ડાયનામાઇટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા નકસલી સંગઠન ટીએસપીએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવન છોડીને નહીં જાય તો રાજભવનન ઉડાવી દેવામાં આવશે. જેને લઈ રાજ્યપાલ આનંદીબેન પટેલના મુખ્ય સચિવ હેમંત રાવે ગૃહ વિભાગને પત્ર મોકલી આપ્યો છે. આ પત્ર ઝારખંડના ઉગ્રવાદી સંગઠન ટીએસપીસી દ્વારા લખવામાં આવ્યો છે.

પત્ર બાદ પોલીસ હરકતમાં આવી ગઈ છે. પત્ર મંગળવારે જ પોસ્ટ દ્વારા રાજભવન પહોંચ્યો હતો. પત્રમાં 10 દિવસની અંદર રાજયપાલ આનંદીબેન પટેલ 10 દિવસની અંદર રાજભવન છોડીને નહીં જાય તો ડાયનામાઇટથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.


હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આ પહેલા મધ્યપ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે. રાજ્યપાલ તરીકે નિમાતા પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા.