નવી દિલ્લીઃ કૉંગ્રેસ આજે ઔપચારિક રીતે ઉત્તર પ્રદેશની ચુંટણી પ્રચારનું બ્યુગલ ફુંક્યું હતુ. દિલ્લીમાં પક્ષના મુખ્યાલયમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણ દિવસીય બસ યાત્રાને લીલી ઝંડી આપી હતી.


આ બસ યાત્રા દ્વારા કૉંગ્રેસ યૂપીના ઘણા જિલ્લામાં જઇને હાલની સરકાર મહિતી પાછળની સરકારની કમી ગણાવાનો પ્રયત્ન કરશે. કૉંગ્રેસની આ બસ યાત્રા દિલ્લીથી મુરાદાબાદ પછી શાહજહાંપુર થઇને 25 જૂલાઇ કાનપુર પહોંચશે.

આ બસ યાત્રામાં ખુદ મુખ્યમંત્રી પદાના ઉમેદવાર શીલા દીક્ષિત સહિત પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, કેપેનિંગ કમીટીના અધ્યક્ષ સંજય સિંહ, કો-ઑર્ડિનેશન કમીટીના અધ્યક્ષ પ્રમોદ તિવારી અને પ્રભારી મહાસચિવ ગુલામ નબી આઝાદ સહિત કૉંગ્રેસના ઘણા નેતા હાજર હતા.

કૉંગ્રેસ મુજબ 27 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં કઇ જ વિકાસ નથી થયો. 27 વર્ષ યુપી બેહાલ, સૂત્ર સાથે કૉંગ્રેસ યૂપી જનતા અલગ વિકલ્પ દેવાનો પ્રયત્ન કરશે.