નોઇડાઃ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી (Wasim Rizvi Converts to Hindu)એ ઇસ્લામ ધર્મ છોડીને આજે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ગાઝિયાબાદ સ્થિત ડાસના (Dasna Temple)ના દેવી મંદિરમાં યતિ નરસિંહાનંદ સરસ્વતી (Yati Narshimhanand)એ તેમને હિન્દી ધર્મમાં સામેલ કરાવ્યા. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બિરાદરી સાથે જોડાશે, એટલે કે હવે વસીમ રિઝવી હિન્દુઓમાં ત્યાગી જ્ઞાતિમાં ગણાશે.
વળી, હિન્દી ધર્મ અપનાવ્યા બાદ વસીમ રિઝવીએ કહ્યું- ધર્મ પરિવર્તનની અહીં કોઇ વાત નથી, જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મુકવામાં આવ્યો, ત્યારે એ મારી મરજી છે કે હું કયા ધર્મનો સ્વીકાર કરુ..... સનાતન ધર્મ દુનિયાનો સૌથી પહેલો ધર્મ છે અને એટલી તેમા સારી વસ્તુઓ રહેલી છે, માણસાઇ છે. આપણે એ સમજીએ છીએ કે કોઇબીજા ધર્મમાં નથી, અને ઇસ્લામને અમે ધર્મ સમજતા જ નથી. અમારા માથા પર દરેક શુક્રવારે ઇનામ વધારી દેવામાં આવે છે, એટલે આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવવા જઇ રહ્યાં છે. તેમને કહ્યું હતુ કે ડાસનાના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી તેમને સનાતન ધર્મમાં સામેલ કરાવશે.
ઉલ્લેખનીય છે કે વસીમ રિઝવી હંમેશા પોતાની વાતો અને હરકતોથી વિવાદોમાં રહે છે. થોડાક દિવસો પહેલા રિઝવીએ પોતાની વસીયત લખી હતી, જેમાં તેને ઇચ્છા દર્શાવી હતી કે તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ના આવે, પરંતુ હિન્દુ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરવામા આવે. તેમને એ પણ ઇચ્છા દર્શાવી હતી કે યતિ નરસિંમ્હાનંદ તેમની ચિતાને અગ્નિ આપે.
વસીમ રિઝવીએ ત્યારે એક વીડિયો જાહેર કરી રહ્યો હતો કે તેમની હત્યા કરવા અને ગરદન કાપવાનુ કાવતરુ રચવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં તેમને કહ્યું હતુ કે, મારો ગુનો માત્ર એટલો છે કે મે કુરાનની 26 આયાતોને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, મુસલમાન મને મારવા ઇચ્છે છે અને એલાન કર્યુ છે કે મને કોઇપણ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપે. એટલા માટે મૃત્યુ બાદ મારો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.
આ પણ વાંચો.............
વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ
ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર
Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી