ઉત્તર પ્રદેશના ઔરૈયામાં એક ચોંકાવનારી ઘટના બની છે. પાણીપુરી ખાતા સમયે ઇકલા દેવી નામની એક મહિલાએ પોતાનું મોં ખોલ્યું હતું પરંતુ બાદમાં જડબુ બંધ થયું નહોતું જેના કારણે તેનું મોં ખુલ્લું રહી ગયું. ગભરાયેલા પરિવારે શરૂઆતમાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ જ્યારે ડોકટરો તેની સ્થિતિ સંભાળી શક્યા નહીં ત્યારે તેઓ મહિલાને સૈફઈ મેડિકલ કોલેજમાં રિફર કરી હતી. ડોકટરો પણ આવો કિસ્સો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરમિયાન ઇકલા દેવી અને તેનો પરિવાર રડી રહ્યો હતો. કોઈને સમજાતું નથી કે આવી અચાનક ઘટના કેવી રીતે બની. આ ઘટનાએ વિસ્તારમાં વ્યાપક ચર્ચા અને અટકળો ફેલાવી છે.
આખી ઘટના શું છે?
અહેવાલો અનુસાર, દિબિયાપુરમાં ગોરી કિશનપુર ગામની 42 વર્ષીય મહિલા ઇકલા દેવી કોઈ કામ માટે ઔરૈયા આવી હતી. તેણીએ એક લારી પર પાણીપુરી ખાવાનું શરૂ કર્યું હતું. જોકે,પાણીપુરી ખાતી વખતે તેણીનું જડબું ખસી ગયું હતું. જેના કારણે તેણીનું મોં ખુલ્લું રહી ગયું. ઘણા પ્રયાસો પછી પણ તે મોં બંધ ન કરી શકી, ત્યારે તે પીડાથી રડવા લાગી. શરૂઆતમાં ત્યાં ઉભેલા અન્ય પરિવારના સભ્યો મૂંઝવણમાં મુકાયા હતા. તેમની હાલત જોઈને તેઓ તાત્કાલિક તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હોસ્પિટલના ડોક્ટરોએ પ્રયાસ કર્યો પરંતુ તેમનું જડબું સંપૂર્ણપણે બંધ થઈ શક્યું નહીં. સ્થિતિ જોઈને તેમણે તેમને હાયર સેન્ટર રેફર કરી હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ, ખાતી વખતે જડબું બંધ થવાનો આવો કિસ્સો તેમને ક્યારેય મળ્યો નથી.પાણીપુરી ખાનારા અન્ય લોકો ઇકલા દેવીની હાલત જોઈને ગભરાઈ ગયા હતા. પાણીપુરી વેચનાર વ્યક્તિએ પણ કહ્યું કે આવું પહેલાં ક્યારેય બન્યું નથી. જોકે, આ ઘટનાની હવે વ્યાપક ચર્ચા થઈ રહી છે.
પરિવારના સભ્યો પાસેથી મળેલી માહિતી અનુસાર, સૈફઈ મેડિકલ કોલેજમાં ઇકલા દેવીનું જડબું હજુ સુધી ઠીક થયું નથી અને ત્યાંના ડોક્ટરો પણ પ્રયાસ કરી રહ્યા છે.
ડોક્ટરોનું કહેવું છે કે જડબું ખસી જવું ઘણીવાર ખૂબ જોરથી બગાસું ખાવાથી, વધુ પડતું મોં ખોલવાથી અથવા કોઈ ઈજાને કારણે થાય છે. ડોક્ટરોના મતે, મહિલાને દંત ચિકિત્સકને બતાવવા માટે મેડિકલ કોલેજ ચિચોલી રિફર કરવામાં આવી છે. નોંધનીય છે કે પલક્કડ સ્ટેશનનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. અહીં એક મુસાફરનું જડબું ખસ્યું હતું. 11 ઓક્ટોબરના રોજ રેલવે હોસ્પિટલના મેડિકલ ઓફિસરે એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે સારવાર બાદ મુસાફરનું જડબું સામાન્ય થઈ ગયું છે.