પુરીઃ ઓરિસ્સાના સમુદ્ર કિનારે આજે સવારે ભયાનક ફાની વાવાઝોડું આખરે ટકરાયું છે. ફાની વાવાઝોડાના કારણે 200 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. ઉંચા અને ભયાનક મોજા સમુદ્ર કિનારે અથડાઈ રહ્યાં છે. દરિયો તોફાની બન્યો છે. આ વાવાઝોડું 4 થી 6 કલાક ઓરિસ્સાને ધમરોળશે. રાજ્ય સરકારે લગભગ 11 લાખ લોકોને સુરક્ષીત સ્થળોએ ખસેડી દીધા છે.
માહિતી ખાતા તરફતી એક વીડિયો જારી કરવામાં આવ્યો છે જેમાં વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ લગાવી શકો છો.
માહિતી ખાતા તરફથી કરવામાં આવેલી ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે, "અવાજ અને પવનનો સપાટો : અહીં જુઓ ફાની વાવાઝોડું પુરીના કિનારે ટકરાયું ત્યારે તેની ભયાનકતા કેવી હતી."
વીડિયોમાં જોઈ શકાય છે કે ભારે પવન અને વરસાદથી નારિયેળના વૃક્ષો જમીન તરફ આમતેમ અથડાઈ રહ્યા છે.