Aadhaar Card New Guideline: ભારતની આધાર ઓથોરિટી UIDAI દેશના નાગરિકોની ઓળખ એવા આધાર કાર્ડને લઇને મોટી માહિતી આપી છે. આધાર કાર્ડને લઇને સરકારે મોટુ અપડેટ આપ્યુ છે, હવે જેને 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવડાવ્યુ છે, તેના માટે આ કામના સમાચાર છે. UIDAIનું કહેવું છે કે, હવે દરેક વ્યક્તિ 10 વર્ષે આધાર કાર્ડને જરૂરી ડૉક્યૂમેન્ટ અને ડિટેલ્સ સાથે અપડેટ કરવુ પડશે. આનાથી ડેટા ચોરી અને બીજી કોઇપણ જાતની ગેરરીતિને અટકાવી શકાય છે. આ માટે UIDAIએ આ અંગે ગાઇડલાઇન પણ જાહેર કરી છે.
જેને 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવડાવ્યુ છે, તેના માટે આ કામના સમાચાર છે. ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટી મંત્રાલયે નૉટિફિકેશન જાહેર કર્યુ છે, 10 વર્ષ પહેલા આધાર કાર્ડ બનાવનારા લોકો માટે જરૂરી ફેરફાર કર્યા છે. જો આધાર કાર્ડમાં કોઇ ભૂલ અને કોઇ કાગળો આપવાના કે અપડેટ કરવાના રહી ગયા છે, તો જરૂરી પુરા કરી લેવા પડશે.
આના કારણ વ્યક્તિનો ડેટા યોગ્ય કરાવવાનો છે, હજુ કેટલાય લોકો પોતાના આધાર કાર્ડમાં ફેરફાર કરાવી રહ્યાં છે, આ પગલાને મોટાપાયે નકલી રીતે આપવામાં આવેલા આધાર કાર્ડ પર નકેલ કસવામાં મદદ મળશે. સાથે જ ડેટા અપડેટ થશે તો અન્ય યોજનાઓનો લાભ આસાન રહેશે.
શું કરવુ પશે -
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સેન્ટરમાં જવુ પડશે, સાથે જ વ્યક્તિને સાથે ફોટો આઇડી લઇને જવુ પડશે, ધ્યાન રહે કે તેમાં ઘરનુ પુરેપુરુ એડ્રેસ હોવુ જરૂરી છે. ફોટો આઇડીમાં ડ્રાઇવિંગ લાયસન્સ પણ હોઇ શકે છે. અપડેટ માટે કેટલાક પૈસા વસૂલવામાં આવી શકે છે.
આસાન સ્ટેપ્સ - જાણો આધાર કાર્ડને કઇ રીતે અપડેટ કરી શકાશે.....
આ સરળ સ્ટેપ્સ સાથે તમારા આધાર કાર્ડને અપડેટ કરો
સ્ટેપ 1: આધાર સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ https://uidai.gov.in ની મુલાકાત લો અને 'proceed to update address' વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: આધાર નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
સ્ટેપ 3: માન્ય સરનામાના પુરાવાના કિસ્સામાં, ''proceed to update address' પર ક્લિક કરો.
સ્ટેપ 4: 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને 'Send OTP' પર ક્લિક કરો.
સ્ટેપ 5: OTP દાખલ કરો અને આધાર એકાઉન્ટમાં લોગિન કરો.
સ્ટેપ 6: 'update address via address proof' વિકલ્પ પસંદ કર્યા પછી નવું સરનામું દાખલ કરો. તમે 'Update Address via Secret Code' વિકલ્પનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 7: એડ્રેસ પ્રૂફની અપડેટ કરેલી વિગતો 'Proof of Address' માં દાખલ કરવાની રહેશે.
સ્ટેપ 8: હવે, સરનામાના પુરાવા તરીકે સબમિટ કરવાના દસ્તાવેજો પસંદ કરો.
સ્ટેપ 9: સરનામાના પુરાવાની સ્કેન કરેલી નકલ અપલોડ કરો અને 'Submit' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 10: આધાર અપડેટ વિનંતી સ્વીકારવામાં આવશે અને 14-અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર (URN) જનરેટ થશે જેને સાચવી રાખો.
આ રીતે તમે સહેલાઈથી ઘરે બેઠાં બેઠાં પણ તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તેમજ જો તમે ઓનલાઈન આધાર અપડેટ કરવા માટે સક્ષમ નથી તો નજીકના આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. આ માટે તમે https://appointments.uidai.gov.in/?AspxAutoDetectCookieSupport=1 ક્લિક કરીને તમારા નજીકનું આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા તો અપડેટ સેન્ટર શોધી શકો છો.