Weather Update 14 January: દેશમાં ફરી એકવાર શીતલહેર પ્રસરવાની આગાહી કરવામા આવી છે, આ વખતે હવામાના ખાતાએ મોટી આગાહી કરતા કહ્યું છે કે દેશભરમાં અમૂક વિસ્તારોમાં હજુ પણ ઠંડીનો પારો નીચો જઇ શકે છે. દિલ્હી NCRમાં ઠંડી વધારે રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બહુ જલદી શીતલહેરની નવી સિઝનની શરૂઆત થવા જઇ રહી ચે.
હવામાન વિભાગ અનુસાર, 16 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં કેટલાય વિસ્તારોમાં ન્યૂનત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશમાં તાપમાન 3-5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જવાની સંભાવના છે. આ પછી કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે.
આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં ન્યૂયનત્તમ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનું નીચુ જવાની સંભાવના છે, આ પછી કોઇ મોટા ફેરફાર નહીં જોવા મળે. આગામી 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગમાં ન્યૂયનત્તમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર નહીં જોવા મળે.
હવામાન વિભાગ અનુસાર, 14-17 જાન્યુઆરીએ ઉત્તરીય રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને 14-15 જાન્યુઆરી દરમિયાન આંતરિક કર્ણાટકમાં અલગ અલગ હિસ્સોમાં શીતલહેર પ્રસરી શકે છે.
આ ઉપરાંત 15 થી 17 જાન્યુઆરી દરમિયાન હિમાચલ પ્રદેશમાં, 16 થી 18 દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને 17-18 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સામાન્યથી ભારે શીતલહેરની સંભાવના છે. જોકે આ વખતે દિલ્હીમાં 5 થી 9 જાન્યુઆરીની વચ્ચે શીતલહેર રેકોર્ડ કરવામાં આવી હતી.
Gujarat Weather Update: પતંગરસિયા માટે મહત્વના સમાચાર, જાણો, ઉત્તરાયણમાં આજે પવનની કેટલી રહેશે ગતિ
Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તરાયણે સારો પવન રહેવાનું અનુમાન છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડી રહેશે. આગામી 2 દિવસ ઠંડી વધવાની શક્યતા છે. આવતીકાલે રાજ્યમાં 2 થી 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. ઉત્તરાયણ પર પવન સારો રહેશે. પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આવતીકાલે ઉતર પૂર્વ દિશા તરફથી પવન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં રાજ્યમાં ઠંડી જામશે. સવારે અને સાંજે તાપમાનમાં થોડો ફેરફાર જોવા મળશે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
કચ્છમાં કેટલા દિવસ કોલ્ડવેવની કરાઇ આગાહી?
રાજ્યમાં આજથી ફરી ઠંડીનો વધુ એક રાઉન્ડનો પ્રારંભ શરૂ થયો છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં તાપમાન સામાન્ય કરતા ત્રણથી છ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરૂવારે રાત્રે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી વધારે હતુ. કચ્છમાં 14 અને 15 જાન્યુઆરીએ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.