નવી દિલ્હીઃ નોટબંધીને લઈને સંસદમાં હોબાળો યથાવત છે. નોટબંધી પર ચર્ચા માટે વિપક્ષ પીએમ મોદીને સંસદમાં બોલાવવાની માગ લઈને અડગ છે. તમામ પક્ષોનું કહેવું છે કે, નોટબંધીને કારણે સામાન્ય લોકો ખૂબ પરેશાન છે. પીએમએ તેના પર કોઈ નિર્ણય લેવો જોઈએ. આજે સવારે 11 વાગ્યાથી લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે.
આજે પંજાબ જશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના એક દિવસના પ્રવાસે જશે. આ દરમિયાન પીએમ મોદી પંજાબ સરકારના બે કાર્યક્રમમોમાં સામેલ થશે. સવારે 11-30 કલાકે પ્રધાનમંત્રી પંજાબના ભઠિંડા પહોંચશે અને ત્યાં બનનારી એઈમ્સનો શિલાન્યાસ કરસે અને લોકોને પણ સંબોધિત કરશે. બપોરે અંદાજે 2 કલાકે પીએમ પંજાબના આનંદપુર સાહિબ પહોંચશે, જ્યાં આજતી શ્રી ગુરુ ગોવિંદ સિંહજીની 350માં જન્મ પર્વના સેલિબ્રેશન પ્રોગ્રામ્સની શરૂઆત થઈ રહી છે.