નવી દિલ્લી: નોટબંધી મુદ્દે સંસદના બંને ગૃહમાં જોરદાર હંગામો થયો હતો. લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિની અપીલને વિપક્ષના સાંસદોએ નકારી હતી જેના કારણે બંને સદનની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષી સાંસદોએ કહ્યું પીએમ કઈ રીતે કહી શકે કે વિરોક્ષ પક્ષ કાળા નાણાની વિરૂધ્ધમાં નથી. વિરોક્ષ પક્ષના સાંસદોએ પીએમ માફી માંગે તેવો હંગામો શરૂ કર્યો હતો. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું પહેલા પીએમ સદનમાં આવીને ચર્ચામાં સામેલ થાય. સદનમાં આવવાથી એકદમ સાફ થશે કે કોણ શુ બોલી રહ્યું છે. સ્પીકરે સાંસદોને શાંતિ જાળવવા અપિલ કરી હતી, પરંતુ વિપક્ષી સાંસદો વેલમાં જતા રહેતા રાજ્યસભા-લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભા 12 વાગે ફરિ શરૂ કરવામાં આવતા વિપક્ષે ફરિવાર પીએમ મોદીને કાળા નાણાં પર આપેલા નિવેદન પર માફી માંગવાની માંગ કરી હતી.
રાજ્યસભામાં કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું પીએમ કઈ રીતે કહિ શકે કે વિપક્ષ કાળા નાણાંના પક્ષમાં નથી. ઉલ્લેખનિય છે કે પીએમએ એક કાર્યક્રમમાં નોટબંધીના નિર્ણય પર વિપક્ષ નેતાઓ એ વાતથી હેરાન છે કે તેઓ તેનાથી બચવા માટે તૈયારી ન કરી શક્યા.
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે જો પીએમ ઈમાનદાર છે, તેમનું કોઈ રાજકીય મકસદ નથી તો તેઓ કેમ સદનમાં હાજર રહેવાથી પરેશાની ઉત્પન્ન થાય છે.