નવી દિલ્લીઃ નોટબંધી બાદ જો કોઇએ બેંકના ખાતામાં આવક કરતા વધુ રકમ જમા કરાવશે તો તેની ખેર નથી. પીએમ મોદી આગેવાનીમાં કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આવક કરતા વધુ રકમ જમા કરાવનાર સરકાર ભારે ટેક્સ લગાવવાની તૈયારીમાં છે.

નોટબંધી બાદ બેક ખાતાઓમાં બેહિસાબ જુની નોટો જમા કરાવનારન મુશ્કેલી વધી શકે છે. કાલ રાતે મોદી સરકારની કેબિનેટે મોટા નિર્ણય લીધા છે. કેબિનેટની બેઠક બુધાવારે થઇ ગઇ હતી તેમ છતા કાલ રાતે અચાનક કેબિનેટ વિશેષ બેઠક બોલાવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર નોટબંધી બાદ આવક કરતા વધુ રકમ જમા કરાવનાર ઉપર ભારે દંડની જોગાવાઇ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આવક કરતા વધુ રકમ ધરાવનાર પાસે 60 ટકા વધુ ઇન્કમટેક્ષ લગાવવાની તૈયારી છે.