UPSC-CDS I Final Result 2022 Released: યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનએ UPSC CDSA એટલે કે CDS અંતિમ પરિણામ 2022 જાહેર કરી દેવામાં આવ્યું છે. જે ઉમેદવારો કે જેમને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા એટલે કે CDS પરીક્ષા 2022ના પરિણામો જાહેર કર્યા છે. સત્તાવાર વેબસાઈટ પર જઈત ચેક કરી શકાશે. UPSC CDS પરીક્ષા આપનારા ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. UPSCની સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પરિણામ જાહેર થતા સ્પષ્ટ થયું છે કે, આ પરીક્ષામાં કુલ 164 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
નોટિસમાં શું લખ્યું છે
આ સંદર્ભમાં એક નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા એપ્રિલ, 2022માં લેવામાં આવેલી સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (I), 2022ના પરિણામોના આધારે અને ભારતીય સૈન્ય એકેડમી, દેહરાદૂનના 154મા (DE)અભ્યાસક્રમમાં પ્રવેશ માટે સંરક્ષણ મંત્રાલયના સર્વિસિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેવામાં આવેલા SSB ઇન્ટરવ્યુના આધારે લાયકાત ધરાવતા 164 (104 + 46 + 14) ઉમેદવારોની મેરિટના ક્રમમાં નીચેની યાદીમાં જણાવવામાં આવી છે.
તબીબી પરીક્ષા શામેલ નથી
આ નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ યાદી તૈયાર કરવામાં મેડિકલ એક્ઝામિનેશનને પરિણામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પરિણામો વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. જો કે, કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ પરીક્ષા માટે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA) ના પરિણામો જાહેર થતા જ ઉમેદવારોના માર્કસ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
આ રીતે પરિણામ ડાઉનલોડ કરો
પરિણામ ડાઉનલોડ કરવા પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે upsc.gov.in પર જવું.
અહીં હોમપેજ પર ફાઇનલ રિઝલ્ટ નામની લિંક આપવામાં આવશે. પ્રથમ તેના પર ક્લિક કરો અને પછી પરીક્ષાના અંતિમ પરિણામ પર ક્લિક કરો.
આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પૃષ્ઠ પર લિંક પર ક્લિક કરો જે વાંચે છે - Combined Defence Services Examination (I).
ત્યાર બાદ એક નવું પેજ ખુલશે જેના પર તમે તમારું પરિણામ ચેક કરી શકશો.
અહીંથી પરિણામ તપાસી સકાશે અને તેને ડાઉનલોડ પણ કરી સકાશે.જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો અને તેને રાખી શકો છો.
ઉમેદવારોના રોલ નંબરની સાથે ટોપર્સના નામ પણ બહાર પાડવામાં આવ્યા છે. પરિણામમાં કુલ 164 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.