પ્રયાગરાજ: ઉત્તરપ્રદેશ રાજ્ય પરિવહન નિગમે એકસાથે  એક રૂટ પર 510 બસોના કાફલાને દોડાવી વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. પરિવહન વિભાગના પ્રમુખ સચિવ આરાધના શુક્લાએ ગુરુવારે લીલી ઝંડી બતાવીને એક સાથે આ બસોને રવાના કરી હતી.


વિશ્વમાં આ પ્રથમવાર છે જ્યારે 510 બસો એક સાથે એક જ રૂટ પર નીકળી છે. આ સાથે જ UPSRTC 390 બસના અબુ ધાબીનો રેકોર્ડ તોડી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે.



પરિવહન નિગમની આ બસો કુંભ મેળા માટે વિશેષરીતે ચલાવવામાં આવી રહી છે. શહેરની બહાર પાર્કિંગ સ્થળોથી શ્રદ્ધાળુઓને લાવવા માટે પહેલીવાર મોટી સંખ્યામાં શટલ બસો લગાવવામાં આવી હતી. જેની સંખ્યા 510 હતી. આ તમામ બસો 3.2 કિલોમીટર સુધી એક જ લાઇનમાં ઊભી હતી. આ નજારો જોઈ સૌ કોઈ જોતા જ રહી ગયા.

કુંભના ઑફિશિયલ પેજ પર એક વીડિયો પર શેર કરવામાં આવ્યો છે. જેમાં બસોનો કાફલો રસ્તા પરથી નીકળી રહ્યો છે.