નવી દિલ્લી: ગયા મહિને ઉરી સૈન્ય શિબિર પર જે ચાર પાક આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તેમણે નિયંત્રણ રેખા પર વીજળીના કરંટવાળી વાડ સીડીના માધ્યમથી પસાર કરી હતી. આ હુમલામાં 19 જવાનો શહીદ થયા હતા. સુત્રોએ જણાવ્યું કે આ ચાર આતંકવાદીઓની ઘુસપેઠના રસ્તાની તપાસ કરાઈ જેમાં સલામાબાદ નાલા પાસે સીડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૈન્યના અધિકારીઓએ જણાવ્યું કે આ ચાર આતંકવાદીમાંથી એક સલામાબાદ નાલા પાસેની જાળીની થોડી ખાલી જગ્યામાંથી પસાર થઈને આવ્યો અને ત્યારબાદ તેણે જાળીઓ પર એક સીડી લગાવી જ્યારે બીજી તરફના ત્રણ આતંકીઓએ બીજી તરફથી પણ સીડીનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે બંને તરફ સીડીઓનું જોડાણ કરાતા એક રસ્તા બનાવાયો હતો. શ્રીનગરથી 102 કિલોમીટર દૂર ઉરીમાં આ ચાર આતંકીઓએ સૈન્ય શિબિર પર હુમલો કર્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર સીમા પર થોડી ખાલી જગ્યાના કારણે પહેલો આતંકી આ તરફ આવી ગયો, પરંતુ ચાર આતંકવાદીઓ માટે ઘુસપેઠ કરવી મુશ્કેલ હતી કારણ કે તેમની પાસે ભારે માત્રામાં ગોળા બારૂદ, હથિયાર અને ખાવાનો સામાનની મોટી બેગો હતી. તેને સીમા પાર કરવામાં ધણો સમય લાગી જાય જેના કારણે જીવનું જોખમ બની રહે જ્યારે સીમા પર સૈન્યની ટુકડી પણ તેમને પકડી પાડવાનો ભય રહે છે.