નવી દિલ્લી: ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના ગવર્નરનો કાર્યભાર સંભાળી લીધો છે. ઉર્જિત પટેલ આરબીઆઈના 24માં ગર્વનર બની ગયા છે. રઘુરામ રાજનનો કાર્યકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. ઉર્જિત અત્યાર સુધી આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર હતા. અને તેની સાથે જાણીતા અર્થશાસ્ત્રી છે જે તમામ મોટી જવાબદારીઓને સંભાળી ચૂક્યા છે.


ઓક્ટોબરમાં 53 વર્ષ પુરા કરનાર ઉર્જિત પટેલ અત્યાર સુધી રિઝર્વ બેંકમાં મોનિટરી વિભાગમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે. લંડન સ્કૂલ ઑફ ઈકોનૉમિક્સ, ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને યેલ યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂક્યા છે. દેશમાં પહેલી વખત મોંઘવારી દરનો લક્ષ્યાંક નક્કી કરવાનો નિર્ણય પણ પટેલની આગેવાનીવાળી કમેટીની ભલામણોના આધાર પર થયો હતો.

કમેટીની ભલામણોને માન્ય રાખતા રિઝર્વ બેંકે નીતિગત વ્યાજ દર નક્કી કરવામાં જથ્થાબંધ મોંધવારી દરના બદલે છૂટક મોંઘવારી દરને આધાર બનાવવો. સાથે કમેટીની ભલામણોની આધાર પર નક્કી થયું કે આગલા પાંચ વર્ષો સુધી છૂટક મોંઘવારી દરનો લક્ષ્ય 4 ટકા રહેશે જે વધુમાં વધુ 6 ટકા અને ઓછામાં ઓછું 2 ટકા સુધી જઈ શકે છે.