નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોના સંગઠન (આસિયાન)ના વિશેષ શિખર સંમેલનને સ્થગિત કરી કરી દીધું છે. વોઇસ ઓફ અમેરિકાએ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઇન્ટરનેશનલ સમુદાય નોવેલ કોરોના વાયરસને હરાવવા માટે એકસાથે મળીને કામ કરી રહ્યું છે. તેમણે કહ્યુ કે, અમેરિકાએ આસિયાન સહયોગીઓ સાથે મળી આસિયાન નેતાઓની બેઠક જે માર્ચમાં યોજાવાની હતી જેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીએ કહ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ મહત્વપૂર્ણ ક્ષેત્રના રાષ્ટ્રો સાથે અમારા સંબંધોને મહત્વ આપે છે અને ભવિષ્યની બેઠકો માટે તત્પર છે. શિખર સંમેલન માર્ચના બીજા સપ્તાહમાં લાસ વેગાસમાં આયોજીત થવાનું હતું. તે સિવાય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આસિયાન દેશોના નેતાઓ વચ્ચે દ્ધિપક્ષીય બેઠકોની યોજના બનાવવામાં આવી હતી.
આસિયાન શિખર સંમેલનને સ્થગિત કરવા પર અમેરિકા અને આસિયાન બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ એલિઝાબેથ દુગને કહ્યું કે, અમેરિકન વ્યાપાર સમુદાય આસિયાનના નેતાઓ માટે અને અમેરિકન સરકાર માટે ઇન્ડો પેસેફિક રણનીતિ સાથે સંબંધિત છે. દુગને કહ્યુ કે સંગઠન આ મહત્વપૂર્ણ સંબંધોની સફળતાને બાદની તારીખમાં સુનિશ્વિત કરવા માટે અમેરિકા અને આસિયાન નેતૃત્વની સાથે મળીને કામ કરવા માટે તત્પર છે.
નોંધનીય છે કે કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે દુનિયાભરમાં અનેક ઇન્ટરનેશનલ કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસથી ચીનમાં 2835 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને દુનિયાભરમાં 84,500થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસ અમેરિકા, બ્રિટન, સિંગાપોર, ઇટાલી, ફ્રાન્સ, રશિયા, સ્પેન અને ભારત સહિત 50થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અમેરિકાએ સ્થગિત કર્યું આસિયાન શિખર સંમેલન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Feb 2020 02:27 PM (IST)
અમેરિકાએ આસિયાન સહયોગીઓ સાથે મળી આસિયાન નેતાઓની બેઠક જે માર્ચમાં યોજાવાની હતી જેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -