US Visa Update: અમેરિકાએ વિઝા અરજીકર્તા ભારતીયોને 31 ડિસેમ્બર સુધી ઈન્ટરવ્યૂમાંથી આપી છૂટ, જાણો કોને થશે લાભ

જે અરજકર્તાઓને આ રાહત મળી છે તેમાં સ્ટુડન્ટ્સ(એફ, એમ અને એકેડેમિક જે વિઝા), વર્કસ(એચ-૧, એચ-૨, એચ-૩ અને વ્યકિતગત એલ વિઝા), કલ્ચર અને એકસ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી(ઓ,પી અને ક્યુ વિઝા)નો સમાવેશ થાય છે.

Continues below advertisement

US Visa News: અમેરિકા જવા માંગતા ગુજરાતીઓ, ભારતીયો માટે મોટા સમાચાર છે. અમેરિકાએ ચાલુ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં પોતાના દૂતાવાસોમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત અનેક વિઝા અરજકર્તાઓ માટે વ્યકિતગત રીતે હાજર રહી ઇન્ટરવ્યુ આપવાથી રાહત આપી છે તેમ અમેરિાકના એક વરિષ્ઠ રાજદ્વારીએ ભારતીય કોમ્યુનિટીના નેતાઓને જણાવ્યું છે.

Continues below advertisement

આ વિઝાધારકોને થશે ફાયદો

જે અરજકર્તાઓને આ રાહત મળી છે તેમાં સ્ટુડન્ટ્સ(એફ, એમ અને એકેડેમિક જે વિઝા), વર્કસ(એચ-૧, એચ-૨, એચ-૩ અને વ્યકિતગત એલ વિઝા), કલ્ચર અને એકસ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી(ઓ,પી અને ક્યુ વિઝા)નો સમાવેશ થાય છે.

મિત્રો અને પરિવારજનોને મળશે મદદ

દક્ષિણ એશિયા સમુદાયના નેતા અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના એશિયન અમેરિકનો માટેના સલાહકાર અજય જૈન ભૂટોરિયાએ દક્ષિણ મધ્ય એશિયાના સહાયક વિદેશ પ્રધાન ડોનલ લૂ સાથેની મુલાકાત પછી જણાવ્યું હતું કે વિઝા અરજકર્તાઓને આ સહયોગની ખૂબ જ જરર હતી. તેમણે જણાવ્યું હતું કે અંમારા મિત્રો અને નજીકના પરિવારજનો માટે આ ખૂબ જ મદદગાર બની રહેશે અને તેમની ચિંતાઓ દૂર થઇ ગઇ છે અને તેમની અસુવિધાઓ દૂર થશે. ભૂટોરિયાએ શુક્રવારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં લૂ સાથે થયેલી મુલાકાતમાં વિઝા મુદ્દો ઉઠાવ્યો હતો.

નવી દિલ્હીમાં અમેરિકાની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ અનુસાર નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસ અને ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકાતા તથા મુંબઇમાં તેના વાણિજય દૂતાવાસય યોગ્ય ઉમેદવારને ઇન્ટરવ્યુ આપવાની છૂટને ઉપયોગ કરવાની પરવાનગી આપવા માટે 2022 માટે 20 હજારથી વધુ ડ્રોપ બોક્સ એપોઇન્ટમેન્ટ જારી કરશે.

આ પણ વાંચોઃ

Russia Ukraine War: રશિયાની કરારની ઈચ્છા, યુક્રેનની તાત્કાલિક યુદ્ધવિરામની માંગ, જાણો 10 મોટી વાતો

યુક્રેનથી ભારત આવતાં મુસાફરો માટે આરોગ્ય મંત્રાલયે બહાર પાડી એડવાઇઝરી

Bamboo Farming: આ ખેતીમાં જરૂર નહીં પડે ખાતર અને જંતુનાશકની, થશે સાત લાખનો નફો

Continues below advertisement
Sponsored Links by Taboola