Salute Diplomacy: ઈન્ડોનેશિયાના બાલીમાં G-20સમ્મેલન ચાલી રહ્યું છે. જેમાં દુનિયાના લગભગ તમામ શક્તિશાળી નેતાઓ એકસાથે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાલીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત કરી છે. પરંતુ પીએમ મોદીની 16નવેમ્બર, બુધવારની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનથી થોડે જ દૂર બેઠેલા નજરે પડે છે.
આ તસવીર ખાસ છે. આ ફોટો બાલીના મેંગ્રોઝના જંગલોની છે. જેમાં તમામ નેતાઓ વૃક્ષારોપણ કરી રહ્યાં હતાં.વૃક્ષારોપણ બાદ એક જગ્યાએ બાઈડન અને પીએમ મોદી બેઠેલા નજરે પડે છે. સૌથી ખાસ વાત એ છે કે, જો બાઈડન પીએમ મોદીને સલામ કરી રહ્યાં છે. જવાબમાં પીએમ મોદી પણ બાઈડનને સલામ કરે છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં દુનિયાના નેતાઓ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે મેંગ્રોસના જંગલમાં વૃક્ષારોપણ કરી રહ્યાં છે.
પીએમ મોદીએ શેર કરી તસવીર
એક ફોટોમાં પીએમ મોદી, જો બાઈડન અને ઈન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડો કેમેરા સામે મંદ મંદ હસતા નજરે પડે છે. જ્યારે અન્ય એક ફોટોમાં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂલ મોક્રો સાથે વાત કરી રહ્યાં છે. ગઈ કાલે સામે આવેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે, પહેલા પીએમ મોદી જો બાઈડનને પોતાની તરફ આવત જોવાનું ચુકી જાય છે પરંતુ ખ્યાલ આવતા અચાનક પાછ ફરે છે અને તેમને હાથ મિલાવીને ગળે મળે છે. જ્યારે બાઈડન પોતાની સીટ પર બેસે છે ત્યારે પીએમ મોદી તેમને કંઈક કહે છે અને બાઈડન હસી પડે છે.
પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે આ મધુર સંવાદ એ સમયે સામે આવ્યો છે જ્યારે ભારતે રશિયા-યૂક્રેન યુદ્ધ પર અમેરિકાની વાતને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ભારત સતત યુદ્ધવિરામની વાત કરી રહ્યું છે અનેકુટનીતિના માધ્યમથી વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવાની વકિલાત કરી રહ્યું છે.
ભારતને G-20નું પ્રમુખપદ મળશે
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બાલી સમિટના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. ઇન્ડોનેશિયા બપોરે 12:30 વાગ્યે ભારતને G20 અધ્યક્ષપદ સોંપશે. ભારત સત્તાવાર રીતે 1 ડિસેમ્બર 2022 થી G-20નું પ્રમુખપદ ગ્રહણ કરશે. ત્યાર બાદ ભારત 2023માં યોજાનારી G-20 સમિટની યજમાની કરશે. પીએમ મોદી તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ મોદી સાંજે 4.15 કલાકે બાલીથી દિલ્હી જવા રવાના થશે.