નવી દિલ્હીઃ યુએસે કોરોના વાયરસથી ઉત્પત્તિ પર રિસર્ચ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન મે, 2020માં કેલિફોર્નિયામાં લૉરેન્સ લિવરમૉર નેશનલ લેબૉરેટરીમાં કર્યુ હતુ. અમેરિકન સરકારની રાષ્ટ્રીય પ્રયોગશાળાએ કૉવિડ-19ની ઉત્પત્તિ પર એક રિપોર્ટ તૈયાર કરી અને નિષ્કર્ષ કાઢ્યુ કે વુહાનમાં એક એટલે કે પ્રયોગશાળામાંથી જ કોરોના વાયરસ લીક થયો છે. સાથે જ તેની આગળની તપાસને યોગ્ય ગણાવી છે. 


જાણકારી અનુસાર, લૉરેન્સ લિવરમૉર લેબનુ રિસર્ચ કૉવિડ-19 વાયરસના જીનૉમિક વિશ્લેષણ પર આધારિત માનવામાં આવી રહી છે. વળી રાષ્ટ્રપતિ જૉ બાઇડેને કહ્યું કે, ગયા મહિને તેમને પોતાના સહયોગીઓને વાયરસની ઉત્પત્તિનો જવાબ શોધવાનો આદેશ કર્યો હતો, ત્યારબાદ અમેરિકન ગુપ્તચર એજન્સીઓ બે સંભવિત પરિદ્રશ્યો પર વિચાર કરી રહી છે કે વાયરલ એક લેબથી લીક થયો છે કે પછી આ એક સંક્રમિત જાનવરની સાથે માનવ સંપર્કમાં ફેલાયો છે. 


ચીની લેબમાં વાયરસ બનવાની સંભાવના
અમેરિકન સરકારના સુત્રોએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન ચીનની વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરૉલોજીના ત્રણ રિસર્ચર્સ નવેમ્બર, 2019માં એટલા બિમાર થઇ ગયા કે તેઓને હૉસ્પીટલમાં દેખરેખની માંગ કરાઇ હતી. પરંતુ માનવામાં આવી રહ્યાં છે કે લેબમાં વાયરસ સાથે જોડાયેલુ કામ ચાલી રહ્યું હતુ. 


ચીન પર લાગ્યો કોરોના વાયરસની ઉત્પત્તિનો આરોપ 
જાણકારી અનુસાર, અમેરિકન અધિકારીઓએ ચીન પર વાયરસની ઉત્પત્તિ પર પારદર્શિતાની કમીનો આરોપ લગાવ્યો છે. પરંતુ બેઇજિંગે આ આરોપને માનવાનો ઇનકાર કરી દીધો છે.


વિશ્વના આ મોટા દેશમાં કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી? કયા ખતરનાક વેરિએન્ટે તબાહી મચાવતા એક જ દિવસમાં નોંધાયા હજારો કેસો, જાણો........


બ્રિટનમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. ત્રણ મહિના બાદ ફરી એકવાર બ્રિટનમાં શુક્રવારે 6,238 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ લોકોમમાં ફફળાટ પેદા થઇ ગયો છે. વળી શનિવારે 5341 કેસ નોંધવામાં આવ્યા છે. બ્રિટનમાં રવિવારે 5683 કોરોના સંક્રમિત દર્દીઓ સામે સામે આવ્યા છે. બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળ્યો છે. કોરોનાના આ નવા વેરિએન્ટે તબાહી મચાવતા ત્રીજી લહેરની એન્ટ્રી થઇ છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા. આ દિવસે 67 હજારથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે દરરોજ સંક્રમિતોના કેસોની સંખ્યામાં ઘટાડો જોવામ મળવા લાગ્યો હતો. 


મે મહિનામાં બે હજારની અંદર હતા કેસો 
મેના મધ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ બે હજારની નીચે આવી ગયા હતા. બ્રિટનમાં અત્યાર સુધી કુલ 45 લાખ 21 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવી ચૂક્યા છે. ગયા 24 કલાકમાં 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો, આ પછી મરનારાઓની સંખ્યા એક લાખ 28 હજાર 86 થઇ ગઇ. બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો પણ જોવા મળી રહ્યાં છે, ડેલ્ટા વેરિએન્ટના અત્યાર સુધી કુલ 12 હજાર 431 કેસ બ્રિટનમાં નીકળ્યા છે. ડેલ્ટા વેરિએન્ટના દર્દી સૌથી પહેલા ભારતમાં મળ્યા હતા, આ વેરિએન્ટ ખુબ ખતરનાક છે. બ્રિટનમાં બીજી લહેર દરમિયાન આઠ જાન્યુઆરીએ સૌથી વધુ કેસો સામે આવ્યા હતા.