15 જાન્યુઆરીથી દૂરસંચારે કેટલાક ફેરફાર કર્યાં છે. 15 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇથી મોબાઇલ પર ફોન કરતા આગળ ઝીરો લગાવવો પડશે. ઝીરો લગાવ્યા બાદ જ આપનો ફોન કનેક્ટ થશે.


આ કારણે કર્યાં ફેરફાર

ફિકસ્ડ લાઇન અને મોબાઈલ દ્વારા વધુ નંબર આપવાની યોજનાનને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગે આ વ્યવસ્થાને લાગૂ કરી હતી. દૂરસંચાર વિભાગની સૂચના મુજબ દરેક લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કનેક્ટ કરવા માટે ઝીરો લગાવવો અનિવાર્ય કરાયો છે.

દૂરસંચાર વિભાગે ગત વર્ષે નવેમ્બરથી આ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરી 2021થી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન કરતી વખતે નંબર આગળ ઝીરો લગાવવો પડશે. દૂરસંચારનું કહેવું છે કે, આ સુવિધાના કારણે નવા નંબર આપવા સરળ રહેશે તેમજ  તેનાથી 253.9 કરોડ નંબર નવા બનાવી શકાશે. જો કે લેન્ડલાઇનથી લેન્ડલાઇન અને મોબાઇલથી મોબાઇલ ફોન કરવામાં કોઇ પ્રકારનો ફેરફાર નથી કરાયો.