Uthra Murder Case: દક્ષિણ કેરળની કોલ્લમની એક અદાલતે સૂરજ નામના એક વ્યક્તિને પોતાની પત્ની ઉધરાને કોબ્રાના ડંખથી મારવાના મામલે દોષી જાહેર કર્યો છે. આ મામલે 13 ઓક્ટોબરે સજાની જાહેરાત થશે. પતિ પર તેની પત્નીને મારવા માટે (Snake Bite Murder Case)નો આરોપ સાબિત થઈ ચુક્યો છે. પતિએ તેની પત્ની સૂતી હતી ત્યારે રૂમમાં કોબ્રા સાપ કરડવા મૂકી દીધો હતો.


ક્યારે બની હતી ઘટના


આ ઘટના 7 મે, 2020ના રોજ બની હતી. આ મુદ્દે સૂરજને મોતની સજાની માંગ કરવામાં આવી છે. પીડિતાના માત-પિતાનું કહેવું છે કે આરોપીને મહત્તમ સજા થવી જોઈએ. મામલાની તપાસ કરી રહેલી સમિતિને ખબર પડી કે તેણે સાપ પકડતાં સ્થાનિક વ્યક્તિ પાસેથી યોગ્ય તાલીમ લીધી હતી. તેણે જ તેને કોબ્રા આપ્યા હતો.


કેટલા રૂપિયામાં ખરીદ્યો કોબ્રા અને કેવી રીતે ઘટના આવી પ્રકાશમાં


મહિલા માતા-પિતાએ તેના મોતના થોડા દિવસ બાદ કેસ નોંધાવ્યો ત્યારે આ મામલો સામે આવ્યો હતો. જેમાં આરોપ લગાવાયો હતો કે,  સૂરજ અને તેના પરિવારના સભ્યોએ તેમની દીકરીને દહેજ માટે પરેશાન કરી હતી. સૂરજની નજર ઉધરાની સંપત્તિ પર હતી.  એડવોકેટે જી મોહન રાજ, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું, ઉથરા વિકલાંગ હતી અને લગ્ન વખતે દહેજમાં 98 સોવેરિયન ગોલ્ડ, રૂપિયા ચાર લાખ અને કાર આપવામાં આવી હતી.  આ સિવાય ઉથરાના પિતા દર મહિને 8 હજાર રૂપિયા આપતા હતા. ઉથરાના સંપત્તિ પડાવી લેવા માટે તેણે સાપ પકડવાનું કામ કરતાં સુરેશ નામના વ્યક્તિ પાસેથી કોબ્રા ખરીદ્યો હતો અને આ માટે 10 હજાર રૂપિયા પણ ચુકવ્યા હતા.




રાત ભર જાગતો રહ્યો સૂરજ


સૂરજ આ સાપને લઈને ગયો અને પત્નીના રૂમમાં છોડ્યો હતો. કોબ્રા બે વખત તેની પત્નીને કરડ્યો હતો અને ઘટના બાદ સૂરજ તેને પણ કોબ્રા ડંખ ન મારે તે માટે રાતભર જાગતો રહ્યો હતો. સવારે જ્યારે પત્નીને હોસ્પિટલ લઈ ગયો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેણે જે યુવક પાસેથી કોબ્રા ખરીદ્યો હતો તે સરકારી સાક્ષી બની ચુક્યો છે.


સુનાવણી દરમિયાન તેણે કોર્ટ સમક્ષ સુરજને સાપ આપ્યાની કબૂલાત કરી હતી. સુરજ પર તેની પત્નીની હત્યા (ઉથરા મર્ડર), ઘરેલુ હિંસા સહિત ઘણા આરોપો લાગ્યા. આજે કોર્ટે ફેંસલો સંભળાવીને સૂરજને કલમ 302, 307, 328 તથા 201 અંતર્ગત દોષી જાહેર કર્યો અને હવે આ મામલે 13 ઓકટોબરે સજા સંભળાવાશે.




પોલીસે શું કહ્યું


પોલીસના કહેવા મુજબ આમ કરવા પાછળ આરોપીનો મૂળ હેતુ પૈસા હતો. સૂરજને દહેજના રૂપમાં રૂપિયા, સોનું મળ્યું હતું પરંતુ તે ઉથરાથી સંતુષ્ટ નહોતો. તે વધુ રૂપિયા લેવા માંગતો હતો અને બીજી જીવનસાથી શોધવા માંગતો હતો.