ફિરોઝાબાદઃ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર મોટી દુર્ઘટના બની છે. ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 31 લોકોને સૈફઈની મેડિકલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. (Image Source - Internet)

આ ઘટના ફિરોઝાબાદ ઈટાવા બોર્ડર નજીક આગરા-લખનઉ એક્સપ્રેસ હાઇવે પર ગત રાત્રે બની હતી. આ તસવીરો જોઈને હચમચી જશો. (Image Source - Internet)

ખાનગી ડબલ ડેકર બસ નંબર UP-53-FT-4629 એ રોડ પર ઉભેલા 22 વ્હીલવાળા ટ્રક(UP-22-AT-3074) ને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકમાં પંચર થયું હોવાના કારણે તે સડક કિનારે ઉભો હતો. (Image Source - Internet)

એએસપી સચિન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, બસમાં 40-45 લોકો સવાર હતા. તમામ ઘાયલ મુસાફરોને સૈફઈની મીની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. (Image Source - Internet)

અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો જેના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. (Image Source - Internet)

અકસ્માત બાદ તાત્કાલિક જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો. (Image Source - Internet)