ઝાંસી: ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઝાંસીમાં જિલ્લાની જેલમાં ગુરુવારે કોરોના વિસ્ફોટ થયો છે. અહીં 120 કેદીઓ સંક્રમિત મળી આવ્યા છે. જ્યારે સાતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ મળી આવતા જેલ પ્રશાસનમાં હડકંપ મચી જવા પામી છે.

આ અંગે જાણકારી મળતા લખનઉથી ડીઆઈજી જેલ વેદ પ્રકાશ ત્રિપાઠીએ ઝાંસી પહોંચી જેલનું નિરીક્ષણ કર્યું હતું. મોટી સંખ્યામાં કેદીઓ સંક્રમિત થતા જેલ પ્રશાસનની સાથે સાથે સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. જેલની અંદર જ કેદીઓનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેલની અંદર અને બહાર સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.

ઝાંસી જિલ્લા જેલમાં 120 કેદીઓ કોરોના પોઝિટિવ આવતા જેલની એક બેરકને એલ-1 કોવિડ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. તેમાં સંક્રમિત કેદીઓને રાખવામાં આવશે.