બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. ઘટના અંગેની જાણકારી પોલીસને મળતા જિલ્લા અધિકારી સહિત એસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આશરે 15 લોકો ત્યાં હાજર હતા.
ઉત્તરપ્રદેશ: ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2019 04:06 PM (IST)
ઉત્તર પ્રદેશના ઈટામાં એક મકાનમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા છે.
NEXT
PREV
લખનઉ: ઉત્તર પ્રદેશના ઈટામાં એક મકાનમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ઈટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સવારે 11 વાગ્યાની આસપાસ જોરદાર બ્લાસ્ટ થયો હતો.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. ઘટના અંગેની જાણકારી પોલીસને મળતા જિલ્લા અધિકારી સહિત એસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આશરે 15 લોકો ત્યાં હાજર હતા.
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. ઘટના અંગેની જાણકારી પોલીસને મળતા જિલ્લા અધિકારી સહિત એસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ અને સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આશરે 15 લોકો ત્યાં હાજર હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -