લખનઉઃ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં હવે રાતે 10 વાગ્યા સુધી શરાબની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્ય સરકારે શરાબની દુકાનોનો સમય બદલ્યો છે. રાજ્ય સરકારે હવે રાતે 9 વાગ્યાના બદલે 10 વાગ્યા સુધી શરાબની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી આપી છે. કન્ટેનમેન્ટ ઝોનની બહારની દુકાનોને આ મંજૂરી આપવામાં આવી છે.


નવા આદેશ મુજબ હવે સવારે 10 વાગ્યાથી લઈ રાતે 10 વાગ્યા સુધી શરાબની દુકાનો ખુલ્લી રાખી શકાશે. છૂટક અને હોલસેલ તમામ વિક્રેતાને આ નિયમ લાગુ પડશે. રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં તમામ જગ્યાએ દારૂ દુકાનો ખોલવાની સમયમર્યાદા વાધારી છે. તહેવારોની મોસમમાં લેવામાં આવેલા પગલાંથી રાજ્ય સરકારને તગડી કમાણી થવાની આશઆ છે.

આદેશ મુજબ, જાહેર સ્થળો પર શરાબ પીવા પર લગાવવામાં આવેલી રોક અમલી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં તમામ દેશી, વિદેશી દારૂ,બિયરની દુકાનો, બાર અને ક્લબ સવારે 10 વાગ્યાથી લઈ રાતે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉન બાદ 4 મેથી ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં શરાબના વેચાણની મંજૂરી આપી હતી.



Drugs Case: દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને NCBએ મોકલ્યું સમન, જાણો આજે ઘર પર રેડ દરમિયાન શું મળ્યું ?

સચિન પાયલટને મળ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, જાણો મુલાકાત બાદ બીજેપી નેતાએ શું કહ્યું ?

પાલનપુરઃ મધરાતે 17 વર્ષની વિદ્યાર્થીનીના રૂમમાં ઘૂસીને યુવકે બળજબરીથી નગ્ન કરીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું કર્યું ?