કોરોના વાયરસના કેસ સતત વધતા હોવાને કારણે આ વર્ષે ઉત્તરાખંડ સરકારે ચારધામની યાત્રા રદ્દ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથ સિંહ રાવતે 29 એપ્રિલે ગુરુવારે કહ્યું આ વર્ષે ચારધામ યાત્રા નહીં થાય. ચારધામના મંદિરમાં માત્ર પુજારી જ પુજા કરશે.


વિતેલા વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણને કારણે અમરનાથ યાત્રા રદ્દ કરવામાં આવી હતી. આ વર્ષે પહેલા અમરનાથ યાત્રા માટે 28 જૂનથી 22 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.


દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત બીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 30 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,79,257 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3645 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,69,507 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 73 લાખ 76 હજાર 524

  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 50 લાખ 86 હજાર 878

  • કુલ એક્ટિવ કેસ - 30 લાખ 84 હજાર 8149

  • કુલ મોત - 2 લાખ 04 હજાર 832


15 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 20 હજાર 648 ડોઝ આપવામાં આવ્યા છે.


આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ


સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.