Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ ચાલી રહ્યું છે. બચાવ કામગીરીનો આજે તેરમો દિવસ છે, અત્યાર સુધીમાં 48 મીટર સુધી ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. મજૂરોને બહાર કાઢવા માટે 800 એમએમની લોખંડની પાઈપ નાખવામાં આવી રહી છે, જેના દ્વારા તેમને ક્રોલ કરીને અથવા સ્ટ્રેચર પર સુવડાવીને બહાર કાઢવામાં આવશે. આ ડ્રિલિંગનો અંદરનો વીડિયો પણ સામે આવ્યો છે, જે દર્શાવે છે કે આ ટનલ અંદરથી કેવી છે.






સિલક્યારામાં સુરંગમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે કાટમાળમાં 800 એમએમની પાઇપ નાખવામાં આવી રહી છે, ત્યારબાદ મજૂરોને બચાવવામાં આવશે. આ વિડિયોમાં જોઈ શકાય છે કે આ પાઈપ કેટલી સાંકડી છે, વ્યક્તિ આ પાઈપમાંથી કોણીના સહારે જ બહાર આવી શકે છે કે


વ્હીલવાળા સ્ટ્રેચર પર કામદારો બહાર આવશે


એનડીઆરએફના ડાયરેક્ટર જનરલ અતુલ કરવાલના જણાવ્યા અનુસાર, ટનલ બન્યા બાદ એનડીઆરએફનો એક જવાન ટનલની અંદર જશે. આ પછી તેઓ એક પછી એક કામદારોને બહાર મોકલવાનું શરૂ કરશે, આ દરમિયાન તેમને દોરડાની મદદથી અથવા પૈડાવાળા સ્ટ્રેચર પર સૂવડાવીને બહાર કાઢવામાં આવશે. આ પહેલા પાઇપને યોગ્ય રીતે સાફ કરવામાં આવશે. જેથી કોઈ કાટમાળ સ્ટ્રેચરને અંદર અને બહાર લઈ જવામાં અડચણ ન બની શકે.


બચાવ કામગીરીમાં સામેલ પીએમઓના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલબેએ જણાવ્યું હતું કે જે પાઇપ વાંકાચૂકી બની છે તેને કાપવાનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં હજુ એક કલાકનો સમય લાગશે. પહેલા નીચેની બાજુથી પાઇપ કાપવામાં આવશે. આ પછી તેને નાના ભાગોમાં કાપીને અલગ કરવામાં આવશે.


ભાસ્કર ખુલબેએ જણાવ્યું હતું કે "પાઈપ કાપ્યા પછી ઓગર ડ્રિલિંગની સામાન્ય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અમે મશીનમાં ઑગર મોકલીશું, પછી નવા ભાગને વેલ્ડ કરીશું અને પછી તેને જોડીશું અને નવી ડ્રિલિંગ શરૂ કરીશું. સારી વાત એ છે કે પાર્સન્સ કંપની ગ્રાઉન્ડ વર્ક શરૂ કરી દીધું છે. અમે પેનિટ્રેશન રડાર દ્વારા જે અભ્યાસ કર્યો છે તે દર્શાવે છે કે આગામી 5 મીટર સુધી કોઈ ધાતુનો અવરોધ નથી. આનો અર્થ એ છે કે અમારી ડ્રિલિંગ સરળ હોવી જોઈએ. આશા છે કે આજે સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે.