ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રૈણી ગામ પાસે ગ્લેશિયર તૂટતા  પાણી ઝડપથી નીચલા વિસ્તારમાં ઘૂસી ગયા છે. પ્રશાસને યૂપીના કેટલાક જિલ્લાને એલર્ટ આપ્યું છે. 150 લોકો તણાયા હતા. જેમાંથી 10 લોકોના મૃતદેહ મળી આવ્યાં છે.

પ્રશાસને ટીહરી ડેમના પ્રવાહને રોકી દીધો છે. હરિદ્રાર, ઋષિકેશ એલર્ટ અપાયું છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી થઇ રહી છે. રૂદ્રપ્રયાગમાં પણ હાઇએલર્ટ અપાયું છે. નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઇ છે.

હરિદ્રાર અને ઋષિકેશ ગંગા કિનારે લોકોને ન જવા માટે સૂચન અપાઇ છે. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં યૂપી સરકારે 350 ગામોને એલર્ટ આપ્યુ છે. યૂપી પ્રસાશન દ્રારા ઇમર્જન્સી બેઠક બોલાવાઇ હતી અને ગંગા કિનારે રહેતા ગ્રામીણને હટાવવા માટે સૂચના અપાઇ છે.

ઉત્તરાખંડ સરકારે હેલ્પલાઇન નંબર 9557444486 જાહેર કર્યા છે. ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીએ ત્રિવેન્દ્ર સિંહ રાવતે જૂના વીડિયો અપલોડ કરતા લોકોને ખોટી અફવા ન ફેલાવવા માટે અનુરોધ કર્યો છે,.