Hathras road accident : ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે એક ભયાનક રોડ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 7ના મોત થયા હતા, જ્યારે 10 અન્ય ઘાયલ થયા હતા. આ અકસ્માતની ઘટના સિકંદ્રારાઉ રોડ પર જેતપુર ગામ નજીક બપોરે 2 વાગ્યે બની જ્યારે મુસાફરોથી ભરેલી મેક્સ પીકઅપ અને કન્ટેનર સામસામે અથડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પીકઅપમાં સવાર લોકો ઉછળીને રસ્તા પર ફેંકાઈ ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનોને ખૂબ જ ભયંકર નુકસાન થયું છે.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ
ટક્કર એટલી જોરદાર હતી કે મેક્સ પીકઅપને ખરાબ રીતે નુકસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગ્રામજનોની મદદથી પોલીસે ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ સાથે જ તેમણે મૃતદેહોનો કબજો લીધો હતો. પોલીસ અકસ્માતની તપાસ હાથ ધરી છે.
મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસ જિલ્લામાં મથુરા-કાસગંજ હાઈવે પર થયેલા માર્ગ અકસ્માતની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી હતી.
Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત