નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર આજે મોટી દુર્ઘટના થઈ હતી. ગંગોત્રીથી પરત ફરી રહેલા યાત્રાળુઓની મિની બસ પર 200 મીટર ખીણમાં પડી હતી. જેમાં 13 લોકોના મોત થયા છે. 9 લોકોનું ઘટના સ્થળ પર મોત થયું હતું અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આર્મી અને પોલીસની ટુકડીએ ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય લોકોની શોધખઓળ શરૂ કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર ડીએમ ડો.આશીષ ચૌહાને કહ્યું કે, ઘાયલોને નજીકના સેન્ટર સુધી પહોંચાડવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. મૃતકોના પરિવારજનોની રડી-રડીને હાલત ઘણી ખરાબ છે.
એક વ્યક્તિએ જણાવ્યું કે તેનો સમગ્ર પરિવાર આ દુર્ઘટનામાં મોતને ઘાટ ભેટ્યો છે. ભંકોલી ગામના લોકો દેવડાલી સાથે રવિવારે ગંગોત્રી ગયા હતા અને આજે તેઓ પરત ફરી રહ્યા હતા. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે.