સતપાલ મહારાજના પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સતપાલ મહારાજના રિપોર્ટ લેવામાં આવ્યો હતો. જેમાં સતપાલ મહારાજ, તેમનો પુત્ર, પૌત્ર અને વહુઓ સહિત મહારાજના ઘરમાં કામ કરતાં આશરે 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રિપોર્ટના એક દિવસ પહેલા સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં પણ સામેલ થયા હતા.
કેબિનેટ મીટિંગમાં સામેલ થયા બાદ નેતાઓને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. અમૃતા રાવતને ઋષિકેશ સ્થિત એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પીઆરઓના કહેવા મુજબ રાવતને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અમૃતા રાવત કોંગ્રેસની હરીશ રાવત સરકારમાં મંત્રી રહ્યા ચુક્યા છે.
ઉત્તરાખંડમાં કોરોના પ્રકોપ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 749 પર પહોંચી છે. રવિવારે 33 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.