દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સંક્રમણની રફતારને કાબૂમાં લેવા દેશમાં વેક્સિનેશન પણ ઝડપી બનાવી દેવાયું છે જો કે વેક્સિન લીધા બાદ પણ સંક્રમણ લાગી શકે છે આટલું જ નહીં વેક્સિન લેનાર વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેકશન લગાવી શકે છે. આ મામલે નષ્ણાતોએ શું કહ્યું જાણીએ


દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. તો બીજી તરફ દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેશનને લઇને એક કેટલીક ભ્રામિક માન્યતાઓ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકો એવી પણ માન્યતા ધરાવે છે કે, વેક્સિનેટ થયા બાદ તેમને સંક્રમણ નથી લાગતું પરંતુ આ વેક્સિનેટ વ્યક્તિ પણ સંક્રમિત થઇ શકે છે. જો કે વેક્સિનેટ વ્યક્તિ માટે સંક્રમણ મોટા ભાગે ઘાતક નથી બનતું અને તે ઝડપથી રિકવર થાય છે. જો કે વેક્સેનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને પણ ઇન્ફેક્શન લગાવી શકે છે.


નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના અહેવાલમાં લોકોને ચેતાવણી અપાઇ છે કે, રસી લઈ લીધા પછી જો વ્યક્તિ સંક્રમિત થાય તો તે તેમના સંપર્કમાં આવેલી બીજી વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે.


નવી દિલ્હીની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈમ્યુનોલોજીના ઈમ્યુનોલોજિસ્ટ ડૉ. સત્યજીત રથના જણાવ્યાં મુજબ  વેક્સિન લીધા પછી પણ સાવધાની રાખવી જરૂરી છે. એક્સપર્ટના મત મુજબ રસી લેનારી વ્યક્તિને કોરોનાનો  ખતરો ઘટી જાય છે. અથવા તે સંક્રમિત થાય તો ગંભીર સ્થિતિ મોટાભાગે સામે આવતી નથી. જો કે વેક્સિનેટ વ્યક્તિ જો સંક્રમિત થાય તો તે અન્યને સંક્રમણ ચોક્કસ લગાવી શકે છે.


એકસ્પર્ટના જણાવ્યાં મુજબ વેક્સિન લીધા બાદ ટ્રાન્સમિશીબિલિટી એટલે કે રોગ ફેલાવવાની શક્યતા ઘટતી નથી. વેક્સિનેટ વ્યક્તિ પણ જો સંક્રમિત થાય તો તે અન્યને કોરોનાગ્રસ્ત કરી શકે છે. આ કારણે જ નિષ્ણાતો વેકિસનેટ લીધા બાદ પણ કોવિડ-19ના પ્રોટોકોલને પાલન કરવા પર હંમેશા ભાર મૂકે છે. વેકિસનેટ વ્યક્તએ પણ સામાજિક અંતર, માસ્ક સહિતના પ્રોટોકોલનું પાલન કરવું જોઇએ. એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નવો  સ્ટ્રેઇન વધુ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. તેથી વધુ સાવધાનીની જરૂર છે જ્યારે લોકો વધુ લાપરવાહ બન્યા છે.