નર્સ થઇ બેભાન
રસીકરણના પહેલા તબક્કામાં હેલ્થ વર્કરને રસી અપાઇ રહી છે ત્યારે કલકતામાં 35 વર્ષિય નર્સને કોવિશીલ્ડની રસી અપાઇ હતી. જો કે તેમનામાં વેક્સિનેશનની આડઅસર જોવા મળી હતી. નર્સને રસી આપ્યા બાદ તે બેભાન થઇ ગઇ હતી. નર્સની હાલત જોતા તેમને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી અને અન્ડર ઓબ્ઝર્વેશન રખાઇ હતી દિલ્લી અને કોલકતામાં રસીકરણ દરમિયાન સાઇડ ઇફેક્ટના કેસ સામે આવ્યાં છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસી બાદ હળવી કેટલીક સાઇડ ઇફેક્ટ જોવા મળી શકે છે. જે સામાન્ય છે. જેમકે રસી આપ્યા બાદ તાવ, માથુ ભારે લાગવું, માથાનો દુખાવો, ફ્લૂ જેવા લક્ષણો દેખાય શકે છે.