વેક્સિન લીધા બાદ ગાર્ડની તબિયત લથડી
શનિવારે એમ્સના એક સિક્યૂરિટી ગાર્ડને વેક્સિન આપ્યાં બાદ તેમની તબિયત બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દિલ્લી એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ મુદ્દે માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 વર્ષિય ગાર્ડને વેક્સિન આપ્યાના 15 મિનિટ બાદ સાઇડ ઇફ્રકેટ જોવા મળી હતી. તેમનામાં સ્કિન એલર્જી સહિતના કેટલાક ગંભીર લક્ષણો જણાતા તેમને તાબડતોબ આઇસીયૂમાં ભરતી કરવાની ફરજ પડી હતી. ગાર્ડની તબિયત લથડતા તેમને અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામા આવ્યા હતા. જો કે ડોક્ટર્સે હાલ તેમની તબિયતમાં સુધાર હોવાની વાત જણાવી હતી.
ગાર્ડમાં વેક્સિનેશન બાદ શું આડઅસર જોવા મળી
દિલ્હી એમ્સના 22 વર્ષના ગાર્ડને વેક્સિનેશનના પહેલા તબકકામાં વેકિસન આપ્યા બાદ તેમનામાં કેટલાક ગંભીર લક્ષણો જોવા મળ્યાં હતા. વેક્સિન આપ્યાના 15 મિનિટ બાદ તેમનામાં સ્કિન એલર્જીની સમસ્યા જોવા મળી હતી. તેમના શરીર પર ચકામા પડી ગયા હતા. ઉપરાંત તેમના હાર્ટ બીટ પણ વધી ગયા હતા. તેમજ છાતીમાં દુખાવાની સમસ્યા સર્જાઇ હતી.