આગામી 13 તારીખ સુધીમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. કેંદ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપ્યુ કે, વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળ્યાના 10 દિવસની અંદર વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. એક વેક્સિનેશન માટેની ટીમમાં 5 સભ્યો હશે.

મંત્રાલયે કહ્યું કે દરરોજ નોંધાતા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસ 3 ટકા કરતા ઓછા થયા છે. સક્રિય કેસની સંખ્યા 2.5 લાખ છે. જેમાંથી માત્ર 44 ટકા હોસ્પિટલમાં છે જ્યારે 56 ટકા કેસ એવા છે જે એસિંપ્ટોમેટિક અથવા માઈલ્ડ સિમ્ટમ્સ વાળા છે જે હોમ આઈસોલેશનમાં છે. પત્રકાર પરિષદમાં સરકારે કહ્યું કે ભારતમાં ગત સપ્તાહે પ્રતિ લાખ આબાદી પર માત્ર 96 નવા કેસ આવ્યા છે જેમાં પ્રતિ દસ લાખ એક મોત છે.

દેશમાં વેક્સિન પહોંચાડવાની પ્રક્રિયા કેવી હશે ?

મંત્રાલયે જાણકારી આપી છે કે ડિજિટલ રીતે મોનિટર કરવામાં આવશે. આ પ્રક્રિયામાં બલ્ક ડિપો પર વેક્સિન ભંડાર દરમિયાન મોનિટરિંગ કરે છે. કોરોના રસીકરણના કારણે ઘણા મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા છે જે સરકારને સતત અને વ્યાપક દેખરેખની ક્ષમતા આપે છે. ડિજિટલ માધ્યમથી જ પ્રથમ અને બીજા ડોઝ માટે તારીખ આપવામાં આવશે.