કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે દમિયાન ઘણાં લોકોના વાહનોના દસ્તાવેજો જેવા કે લાયસન્સ, રજિસ્ટ્રેશન અને ફિટનેસ સર્કિફિકેટની મુદતમાંવધારો કરવામાં આવ્યો છે. સરકારે એક્સપાયર થઈ રહેલા લાયસન્સ, રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. લોકડાઉન સમયે આ દસ્તાવેજો રિન્યુ કરી શકાયા ન હોવાથી કેન્દ્રીય માર્ગ વાહન વ્યવહાર અને હાઈવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીતિન ગડકરીની આ જાહેરાત બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ અગાઉ 30 માર્ચના રોજ આ દસ્તાવેજોની મુદ્દત 30 જૂન સુધી વધારવામાં આવી હતી. 30 માર્ચે જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે, 1 ફેબ્રુઆરી, 2020થી 31 મે, 2020 દરમિયાન એક્સપાયર થઈ રહેલા વાહનોના દસ્તાવેજોની મુદ્દત 30 જૂન સુધી વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 25 માર્ચે સરકારે લોકડાઉનની જાહેરાત કર્યાં બાદ 30 માર્ચે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે 25 માર્ચથી તમામ સરકારી ઓફિસો અને બિન આવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.
સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ કોરોનાનો ભય રહેલો હોવાથી લોકો દસ્તાવેજો રિન્યુ કરાવવા માટે પડાપડી ન કરે તે માટે એક્સપાયર થયેલા દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
આ ઉપરાંત 21 મેના રોજ સેન્ટ્રલ મોટર વેહિકલ્સ રૂલ્સ, 1989ના નિયમ 32 અથવા નિયમ 81 હેઠળ ફીની વેલિડિટી અને એડિશનલ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો હતો.
મોદી સરકારે વાહનોના લાયસંસ, રજિસ્ટ્રેશન, ફિટનેસ સર્ટિફિકેટ અંગે લીધો મોટો નિર્ણય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jun 2020 10:03 AM (IST)
નીતિન ગડકરીની આ જાહેરાત બાદ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને વાહનોની દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી વધારવાની જાણ કરવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -