નવી દિલ્હીઃ સરકારી શિક્ષક બનવાની ઇચ્છા રાખનારા ઉમેદવારો માટે શિક્ષણ મંત્રાલયે મોટા આનંદના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારે પહેલા જ શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ (TET)ની 7 વર્ષની સમયમર્યાદા ખતમ કરી નાંખી હતી. હવે જીવનભર માટે એટલે કે લાઇફટાઇમ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ મંત્રાલયે બતાવ્યુ કે આ નિર્ણય કયા વર્ષથી લાગુ કરવામાં આવશે. 


શિક્ષણ મંત્રાલય (Education Ministry) દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2011થી ટીઇટી (Teachers Eligibility Test) ની લાઇફટાઇમ સમયમર્યાદા લાગુ થશે. એટલે જે ઉમેદવારોએ 2011મં ટીઇટી પાસ કરી છે, તેમનુ ટીઇટી સર્ટિફિકેટ હવે લાઇફટાઇમ વેલિડ રહેશે. 


 






સરકારી સ્કૂલ્સમાં શિક્ષકની નોકરી મેળવવા માટે ટીઇટી પાસ કરવી જરૂરી છે. પહેલા ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટની વેલિડિટી (TET Certificate Validity) ફક્ત 7 વર્ષ સુધી જ હતી, એટલે કે કોઇ ઉમેદવારે વર્ષ 2011માં ટીઇટી પાસ કરી છે, તો તેનુ સર્ટિફિકેટ 2018 સુધી જ માન્ય ગણાતુ હતુ. તે દરમિયાન તે સરકારી શિક્ષકની નોકરી માટે એપ્લાય કરી શકતો હતો. પરંતુ હવે આ સમયમર્યાદાની બાધ્યતાને ખતમ કરી દેવામાં આવી છે. તમારુ ટીઇટી પ્રમાણપત્ર હવે જીવનભર માન્ય રહેશે.જોકે વર્ષ 2011થી પહેલા ટીઇટી પાસ કરનારા ઉમેદવારો માટે આ નિયમ લાગુ નહીં થાય.


TET સ્કૂલોમાં ટીચર તરીકે નિયુક્તિ માટે જરૂરી છે ક્વૉલિફિકેશન છે..... 
ઉલ્લેખનીય છે કે, ટીચર એલિજીબિલિટી ટેસ્ટ સ્કૂલમાં શિક્ષક તરીકે નિયુક્તિ માટે પાત્ર થવા માટે આવશ્યક યોગ્યતાઓમાંથી એક છે. આ પહેલા જોકે, ટીઇટી પાસ સર્ટિફિકેટની વેલિડિટી 7 વર્ષની હતી, પરંતુ ઉમેદવાર દ્વારા સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાના પ્રયાસની સંખ્યા પર કોઇ પ્રતિબંધ ન હતો. એક વ્યક્તિ જેને પરીક્ષા પાસ કરી છે, તેને પણ સ્કૉરમાં સુધારો કરવા માટે તેને પણ ફરીથી પરીક્ષા આપવા માટે પરમીશન આપવામાં આવી હતી.