નવી દિલ્હીઃ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આવનારા દિવોસમાં રશિયાની રસી સ્પુતનિક- V બનાવી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટને ડ્રગ કન્ટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) સ્પુતનિક- V બનાવવા માટે ટ્રાયલ લાઈસન્સની મંજૂરી માગી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈને સૂત્રો પાસેથી મળી છે.
કોવિડ રસી કોવિશીલ્ડ બનાવતી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ એનાલિસિસ અને એક્ઝામિનશન માટે પણ અરજી કરી છે. જણાવીએ કે, હાલમાં ભારતમાં સ્પૂતનિક વી ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા બનાવવામાં આવે છે.
ભારતમાં સ્પુતનિક-વી વેક્સિનની કિંમત 948 રૂપિયા નક્કી કરવામાં આવી છે. વેક્સિન પર 5 ટકા જીએસટી પણ લાગશે. ગયા મહિને ડીસીજીઆઇએ સ્પુતનિક-વીના ઉપયોગને મંજૂરી આપી દીધી હતી.
સ્પુતનિક-વીને રશિયાના ગામાલેયા નેશનલ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવી છે. આ ભારતમાં એવા સમયે ઉપયોગ થનારી ત્રીજી રસી હશે, જ્યારે દેશ બીજી લહેરની ઝપેટમાં છે, જે ખુબ ખતરનાક છે. આ બધાની વચ્ચે ભારતમાં વેક્સિનેશનની માંગ ખુબ વધી ગઇ છે.
આ ભારતીય માર્કેટમાં ત્રીજી વેક્સિન હશે. આ પહેલા પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી કૉવિશિલ્ડ જ્યારે હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક ઇન્ટરનેશનલ લિમીટેડ તરફથી વિકસીત કૉવેક્સિન ભારતીય નાગરિકો માટે બજારમાં આવી ચૂકી છે. 91.6 ટકાની પ્રભાવકારિતાની સાથે સ્પુતનિક-વી દુનિયામાં કૉવિડ વિરુદ્ધ પહેલી વેક્સિન છે. ધ લાન્સેન્ટમાં પ્રકાશિત નૈદાનિક પરીક્ષણ ડેટાએ સંકેત આપ્યો કે વેક્સિન સુરક્ષિત અને પ્રભાવિત દેખાય છે.
સ્પુતનિક-વી અત્યાર સુધીમાં 320 કરોડથી વધારે જનસંખ્યા વાળા 66 દેશોમાં રજિસ્ટર્ડ છે. આરડીઆઈએફ અને ગામાલેયા સેન્ટરે કહ્યું કે, સ્પુતનિક વીની અસરકારકતા 97.6 ટકા છે, જે વિતેલા વર્ષે 5 ડિસેમ્બરેથી આ વર્ષે 31 માર્ચ સુધી સ્પુતનિક વીના બન્ને ઝ ની સાથે રશિયામાં રસીકરણ કરનાર લોકોની વચ્ચે કોરોના વાયરસના સંક્રમણ દરના આંકડાના વિશ્લેષણના આધારે છે.