Vande Bharat in Saffron: દેશની સેમી-હાઈ સ્પીડ ટ્રેનોમાંની એક વંદે ભારત હવે નવા રૂપમાં આવવા જઈ રહી છે. હવે તિરંગાના રંગમાં નવી વંદે ભારતની શરૂઆત થઈ રહી છે. જો કે તે હજુ સુધી લોન્ચ કરવામાં આવી નથી. પરંતુ તેનું ઉત્પાદન ચેન્નાઈની ઈન્ટિગ્રલ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. આ ફેક્ટરીમાં તમામ વંદે ભારત ટ્રેનો બનાવવામાં આવે છે. ટૂંક સમયમાં તિરંગાના રંગમાં જોવા મળતી આ વંદે ભારત ટ્રેક પર દોડતી જોવા મળશે.






રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર વંદે ભારત એક્સપ્રેસ 25 રેક નિર્ધારિત રૂટ પર ચાલી રહી છે જ્યારે બે બોગીને રિઝર્વ રાખવામાં આવી છે. તેમણે કહ્યું કે તપાસ માટે આ 28મી રેકનો રંગ બદલવામાં આવી રહ્યો છે.


રેલ્વે મંત્રીએ ઈન્ટીગ્રલ ફેક્ટરીની મુલાકાત લીધી


કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે શનિવારે ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. દક્ષિણ રેલ્વેમાં સુરક્ષાના પગલાંની તપાસ કરવા સાથે વંદે ભારત એક્સપ્રેસમાં થયેલા સુધારા વિશે પણ પૂછપરછ કરી. આ દરમિયાન વંદે ભારતની 28મી રેકનો આ નવો રંગ ભારતના ત્રિરંગાથી પ્રેરિત છે.


વંદે ભારત ટ્રેનોમાં સતત સુધારો


રેલવે મંત્રીએ કહ્યું કે આ મેક ઈન ઈન્ડિયાનો કોન્સેપ્ટ છે. તે એક સ્વદેશી ટ્રેન હોવી જોઈએ જે ખુદ ભારતના એન્જિનિયરો અને ટેકનિશિયનના પ્રયાસોથી તૈયાર કરવામાં આવી છે. તેથી વંદે ભારતની કામગીરી દરમિયાન એસી, શૌચાલય વગેરેની સેવા અંગે ક્ષેત્રીય એકમો પાસેથી મળેલા પ્રતિસાદ દ્વારા તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે એક નવું સેફ્ટી ફીચર, 'એન્ટિ-ક્લાઇમ્બર્સ' અથવા એન્ટી-ક્લાઇમ્બિંગ ડિવાઇસ કામમાં છે. આ તમામને વંદે ભારત અને અન્ય ટ્રેનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને ગોરખપુર-લખનૌ અને જોધપુર-સાબરમતીને લીલી ઝંડી બતાવી હતી. ભારતની સેમી-હાઈ-સ્પીડ ટ્રેન હવે દેશભરના લગભગ તમામ રાજ્યોમાં ચલાવવામાં આવી રહી છે.


ભાડામાં થઈ શકે છે ઘટાડો


રેલવે વંદે ભારત સહિત તમામ એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં ઘટાડો થવા જઈ રહ્યો છે. રેલ્વે બોર્ડે જણાવ્યું હતું કે રેલ સેવાઓના મહત્તમ ઉપયોગને ધ્યાનમાં રાખીને, રેલ્વે મંત્રાલયે રેલ્વે વિભાગોના મુખ્ય વાણિજ્ય પ્રબંધકોને આવી ટ્રેનોનું ભાડું ઘટાડવાની સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ, રેલવે બોર્ડ એસી ચેર કાર અને તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, આ સુવિધા ફક્ત તે જ ટ્રેનોમાં આપવામાં આવશે, જેમાં છેલ્લા 30 દિવસ દરમિયાન માત્ર 50% સીટો જ ભરાઈ હતી.