CBI Raid at Sisodia's House: આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ અને શિક્ષણમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. જેને લઈને રાજનીતિ ગરમાઈ છે. આ ઘટનાને લઈને વિવિધ નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાથી લઈને વરિષ્ઠ વકિલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે પોતાની પ્રતિક્રિયા આપી છે.


ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહાર


દુનિયામાં શિક્ષા મોડેલને પહોંચાડનાર મનીષ સીસોદીયાને ત્યાં cbiની તપાસ સૂચવે છે કે આમ આદમીના ગુજરાતમાં વધતા પ્રભાવથી ભાજપ એટલું ડરી ગયું છે જેને કારણે ભાજપ ફરી CBI તપાસો ચાલુ કરાવી છે. આ પહેલા પણ મનીષ સીસોદીયા અને અરવિંદ કેજરીવાલના ઘરે પણ તપાસ કરાવી હતી કશું મળ્યું ના હતું !હવે પણ નહીં મળે ! ગુજરાતમાં 20 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું કોઈ CBI કે EDની તપાસના થઇ ! લઠ્ઠાકાંડમાં 75થી વધુના મોત થયા કોઈ CBIના આવી અને મનીષ સિસોદિયાએ  દિલ્લીના બાળકોનું ભવિષ્ય સુધાર્યું અને હવે પંજાબમાં પણ શિક્ષણ સુધરી રહ્યું છે અને આવનારા સમયમાં ગુજરાતમાં પણ શિક્ષણ સુધારી બાળકોને અમીર બનાવવાનું સપનું રોળાઈ જાય અને ગુજરાતના બાળકો આગળના વધી શકે એ માટે ભાજપે આ ચાલ ચાલી છે ! ગુજરાતની જનતા એનો જવાબ આપશે.


ગોપાલ ઈટાલિયાએ પણ આપી પ્રતિક્રિયા


દિલ્લી નાયબ શિક્ષણમંત્રી મનિષ સિસોદીયાના ઘરે CBIનું સ્વાગત છે. અગાઉ પણ ઘણીવાર CBIએ તપાસ કરી છે, પણ પહેલા જેમ કશું મળ્યું ન હતું એમ હવે પણ કાંઈ નહિ મળે. ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકો મર્યા તેમજ ભરૂચમાં ડ્રગ્ઝ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ એ ઘટનામાં પણ CBI તપાસ થવી જોઈએ.


 






પંજાબના સીએમ ભગવંત માનની પ્રતિક્રિયા સામે આવી


આ દરોડા પર પંજાબના સીએમ ભગવંત માનની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સિસોદિયાના વખાણ કરતા કહ્યું કે મનીષ સિસોદિયા સ્વતંત્ર ભારતના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે. આજે યુએસના સૌથી મોટા અખબાર NYT(The New York Times) એ તેનો ફોટો ફ્રન્ટ પેજ પર છાપ્યો. અને આજે જ મોદીજીએ સીબીઆઈને તેમના ઘરે મોકલી. ભારત આવી રીતે કેવી રીતે આગળ વધશે?


 




કપિલ સિબ્બલે CBI અને EDને સરકારનો હાથ ગણાવ્યો


આ દરોડા પર રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CBI અને EDને સરકારનો હાથ ગણાવતા કહ્યું કે હવે જ્યારે કેજરીવાલ આગળ વધી રહ્યા છે ત્યારે ભાજપ તેમને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે.અને પહેલા સત્યેન્દ્ર જૈન હવે સિદોદિયા પર નિશાન સાધી રહ્યા છે.


 






દિલ્લીના વિકાસ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કર્યું


બીજી તરફ દિલ્હીના વિકાસ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કર્યું કે, 'ન્યૂયોર્ક ટાઈમ્સ જે દિવસે મનીષ સિસોદિયાના કામની પ્રશંસા કરતા સમાચાર પ્રકાશિત કરે છે, તે જ દિવસે સીબીઆઈના દરોડા પાડવામાં આવે છે. દિલ્હીનું શિક્ષણ અને આરોગ્ય મોડલ દુનિયાભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે. મોદી સરકાર આને રોકવા માંગે છે. સારા કામો રોકવા માટે એજન્સીઓનો દુરુપયોગ થાય તે દુઃખદ છે.


અનુરાગ ઠાકુરે નિશાન સાધ્યું


બીજી તરફ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે દિલ્હીમાં દારૂના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે. આ મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલની સાંઠગાંઠ છે. દેશભરમાં દારૂના કોન્ટ્રાક્ટનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.