Vice President Election 2025: ઈન્ડિયા એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ ગુરુવારે (21 ઓગસ્ટ) પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવ અને સંજય રાઉત સહિત તમામ વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સુદર્શન રેડ્ડીનો સામનો એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન સાથે થશે.

 

ચાર ઉમેદવારીપત્રો દાખલ કરવામાં આવ્યા છે, જેના પર કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ડીએમકેના તિરુચી શિવ અને 160 સાંસદોએ પ્રસ્તાવક અને સમર્થક તરીકે સહી કરી છે. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના લોકાયુક્ત છે.

 

સીપી રાધાકૃષ્ણને પણ ઉમેદવારી નોંધાવીહવે બંને પક્ષોના ઉમેદવારોએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ગઈકાલે ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કિરેન રિજિજુ, ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા, જ્યાં પીએમ મોદી પ્રથમ પ્રસ્તાવક બન્યા હતા.

તમને જણાવી દઈએ કે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ તેની ચૂંટણી માટે જાહેરાત કરી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ 9 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારથી તેની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

જયરામ રમેશે નામાંકન વિશે માહિતી આપી

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીના નામાંકન વિશે માહિતી શેર કરી છે. તેમણે સુદર્શન રેડ્ડીના નિવેદન ધરાવતો પત્ર શેર કર્યો છે.