Vice Presidential Election 2022 Live Updates : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડની ભવ્ય જીત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જગદીપ ધનખડની ભવ્ય જીત

gujarati.abplive.com Last Updated: 06 Aug 2022 07:59 PM
જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં 

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાંથી જગદીપ ધનખડને 528 વોટ મળ્યાં, જયારે માર્ગરેટ અલ્વાને 182 વોટ મળ્યાં , જયારે 15 વોટ રદ્દ કરવામાં આવ્યા.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત

દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડની ભવ્ય જીત થઇ છે અને વિપક્ષના માર્ગરેટ અલ્વાની હાર થઇ છે. જગદીપ ધનખડ દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ બનશે.

કુલ 93 ટકા મતદાન થયું 

શનિવારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 93 ટકા મતદાન નોંધાયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે 50થી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. અધિકારીઓએ જણાવ્યું કે કુલ 780 સાંસદોમાંથી 725 સાંસદોએ સાંજે 5 વાગ્યા સુધી મતદાન કર્યું. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીથી દૂર રહેવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. જો કે, તેના બે સાંસદો, શિશિર કુમાર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ પોતાનો મત આપ્યો.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં મત ગણતરી શરૂ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી શરૂ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના સની દેઓલ અને સંજય ધોત્રે સ્વાસ્થ્યના કારણોસર મતદાન કરી શક્યા નથી. ટીએમસીએ ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શેવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ મતદાન કર્યું એટલે કે 34 ટીએમસી સાંસદોએ મતદાન કર્યું ન હતું.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: ગૃહમંત્રી અમિત શાહે મતદાન કર્યું

ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીયમંત્રી રાજીવ ચંદ્રશેખર ,જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ મતદાન કર્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો. આજે મતોની ગણતરી થશે અને નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટના રોજ શપથ લેશે.



જગદીપ ધનખડને લગભગ 515 મત મળવાની ધારણા છે

જગદીપ ધનખડને લગભગ 515 મત મળવાની ધારણા છે. બીજી તરફ, આલ્વાને અત્યાર સુધી મળેલા પક્ષોના સમર્થનને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમને 200ની નજીક વોટ મળી શકે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસે આલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ ન સાધવાના પ્રયાસોને ટાંકીને મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની જાહેરાત કરી હોવાથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષી પક્ષોમાં પણ મતભેદો સામે આવ્યા છે. જગદીપ ધનખડ 71 વર્ષના છે અને તેઓ રાજસ્થાનના પ્રભાવશાળી જાટ સમુદાયના છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા તે પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.

ધનખડની જીત નિશ્ચિત જણાય છે

લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઈલેક્ટોરલ કોલેજમાં સામેલ કરવામાં આવે છે. નામાંકિત સભ્યો પણ આમાં મતદાન કરવા પાત્ર છે. સંસદમાં વર્તમાન સભ્યોની સંખ્યા 788 છે, જેને જીતવા માટે 390 થી વધુ મતોની જરૂર છે. લોકસભામાં ભાજપ પાસે કુલ 303 છે, સાંસદ સંજય ધોત્રે નાદુરસ્ત તબિયતના કારણે આવી શકશે નહીં. આ રીતે એનડીએના લોકસભામાં કુલ 336 સભ્યો છે. ભાજપ પાસે રાજ્યસભામાં 91 (4 નામાંકિત સહિત) સભ્યો છે અને NDA પાસે કુલ 109 સભ્યો છે. આવી સ્થિતિમાં હવે એનડીએના બંને ગૃહોમાં કુલ 445 સભ્યો છે. એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડને YSRCP, BSP, TDP, BJD, AIADMK, શિવસેનાના વિરોધ પક્ષો વગેરેનું સમર્થન મળ્યું છે. ઈલેક્ટોરલ કોલેજના અંકગણિત અનુસાર, ધનખડની તરફેણમાં બે તૃતીયાંશ મત છે. આંકડાની દૃષ્ટિએ ધનખડની જીત નિશ્ચિત જણાય છે.

નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે

સંસદ ભવનમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ પછી ટૂંક સમયમાં મતોની ગણતરી કરવામાં આવશે અને મોડી સાંજ સુધીમાં રિટર્નિંગ ઓફિસર દ્વારા દેશના નવા ઉપરાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે.

બ્રેકગ્રાઉન્ડ

Vice President Election 2022: દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો પણ સાંજ સુધીમાં જાહેર થઈ જશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ છે. જ્યારે  વિપક્ષે કોંગ્રેસના નેતા માર્ગારેટ આલ્વાને તેના ઉમેદવાર બનાવ્યા છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.