Asia's Floating Theatre in Dal: સિનેમા ઘરમાં તમે કેટલીયવાર ફિલ્મો જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય નાવડીમાં તરતુ થિયેટર (Floating Theatre) જોયુ છે, જી હાં તમે બિલકુલ બરાબર વાંચ્યુ. આ અનોખુ થિયેટર કાશ્મીરના ડલ તળાવમાં બનાવવામાં આવ્યુ છે, જેમાં પર્યટક નાવડીમાં બેસીને ફિલ્મો જોઇ શકે છે. આ થિયેટરનુ નિર્માણ એક પ્રાઇવેટ થિયેટર ગૃપે પર્યટન વિભાગની સાથે મળીને કર્યુ છે. આ તળાવમાં ચાર મોટી મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે. આ તરતા થિયેટરમાં પહેલીવાર ફિલ્મ 'કાશ્મીર કી કલી' બતાવવામાં આવી છે. ફિલ્મમાં શમ્મી કપૂર અને શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકા છે.


ફિલ્મની મજા દર્શકોએ શિકારે પર બેસીને તરીને લીધી. આ તરતુ થિએટર માત્ર ભારત જ નહીં એશિયાનુ સૌથી અદભૂત થિયેટર છે. આ થિયેટરની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. લોકોને આનો વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધી હજારો વાર આ વીડિયોને જોવામાં આવી ચૂક્યો છે. 






વાયરલ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કાશ્મીરમાં ડલ તળાવમાં લોકો મોટી સ્ક્રીનમાં શમ્મી કપૂર અને શર્મિલા ટાગોરની ફિલ્મ કાશ્મીર કી કલીનો આનંદ ઉઠાવી રહ્યો છે. આની સાથે જ શિકારો ડેકૉરેશન કરવામાં આવ્યુ છે, તે અંધારામાં એકદમ સુંદર લાગી રહ્યું છે. આ નજારો મનમોહક છે. આ પગલાથી પર્યટકોને કાશ્મીરની સુંદરતાને એન્જૉય કરવા માટે એકવાર મોકો મળશે. આની સાથે જ આ કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવામાં ખુબ મદદ કરશે.ફિલ્મની મજા દર્શકોએ શિકારે પર બેસીને તરીને લીધી. આ તરતુ થિએટર માત્ર ભારત જ નહીં એશિયાનુ સૌથી અદભૂત થિયેટર છે.