પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના સમયે નેહા સિંહ રાઠૌર (Neha Singh Rathore)એ એક વ્યંગ કરીને ગીત ગાયુ હતુ, જેના શબ્દો હતા ‘બિહાર મે કા બા.....’ આ ત્યાર બાદ ઘણાબધા લોકોએ નેહા સિંહ રાઠૌરને ઓળખી લીધી હતી. હવે એકવાર ફરીથી તેને યુપી ચૂંટણી (UP Election 2022) પહેલા બિહારની સ્ટાઇલમાં બીજેપી અને યોગી સરકાર પર વ્યંગ કર્યો છે, યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પર કટાક્ષ કર્યો છે. ગીતના શબ્દોમાં તેને કહ્યું છે-  યુપી મે કા બા, બાબા કે દરબાર મે ખત્તમ રોજગાર બા....... 


બિહાર મે કા બા, બાદ હવે યુપી મે કા બા ગીત સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. નેહા સિંહ રાઠૌર પોતાના વ્યંગથી જનતાની પીડા બતાવી રહી છે. ગીતની શરૂઆત બાબા કે દરબાર થી થાય છે. બાબા કે દરબાર બા.... ખત્તમ રોજગાર બા.... હાથરસના નિર્ણય જોહત છોકરીના પરિવાર બા, કોરોનાથી લાખન મર ગઇલન, લાશન સે ગંગા ભર ગઇલે, ટિકડી ઔર કફન નોચત કુકુર ઔર બિલાડ બા, મંત્રી કે બેટવા બડી રંગદાર બા, કિસાનન કે છાતી પર રૌગત મોટર કાર બા, એક ચૌકીદાર, બોલી કે જિમ્મેદાર બા......તેને ગીતના અંતમાં જિંદગી ઝંડ, પર ફરી ભી ઘમંડ બા, પંક્તિથી કર્યો છે...........




નેહા સિંહ રાઠૌરે રવિવારે સવારે ટ્વીટર પર આને શેર કર્યો છે, તેને લાલ અને પીળા રંગની સાડી પહેરી છે. સાથે ટિકુલી, બિંદી પણ છે. ગીતમાં રોજગારની સાથે સાથે હાથરસની ઘટન, કોરોના વાયરસની વચ્ચે ગંગામાં તરતી લાશોનો ઉલ્લેખ કર્યો છે. 


નેહા સિંહ રાઠૌરના ગીતથી રાજકીય ગરમી વધી ગઇ છે, યુપીમાં બીજેપી, સપા, બસાપા અને અન્ય પક્ષો ચૂંટણીમાં પોતાનો દમ લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 10 ફેબ્રુઆરી 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવવાનુ છે.