લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના 150 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે લખનઉમાં પ્રેસ કોન્ફ્રન્સ કરી આ યાદી જાહેર કરી હતી. આમ આદમી પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં 8 એમબીએ, 38 પોસ્ટ ગ્રેજ્યુએટ, 4 ડોક્ટર, 8 પીએચડી અને સાત એન્જિનિયર સામેલ છે. તે સિવાય આઠ બીએડ, 39 ગ્રેજ્યુએટ, છ ડિપ્લોમા છે. 55 ઓબીસી ઉમેદવાર, 31 અનુસૂચિત જાતિ, 14 મુસ્લિમ અને છ કાયસ્થ અને 36 બ્રાહ્મણ ઉમેદવાર છે






સંજય સિંહે પ્રેસ કોન્ફ્રન્સે કહ્યું કે બદલાવની રાજનીતિ અને ગંદી રાજનીતિ પર ઝાડૂ ચલાવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના કેન્દ્રિય સહમતિથી રાજ્યના તમામ 403 વિધાનસભા બેઠકો પર ઉમેદવાર ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાંથી 150 બેઠકો પર ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાઇ છે. કેજરીવાલ અને કેન્દ્રિય નેતૃત્વ દ્ધારા જે યોગ્ય ઉમેદવારોના નામ પર સહમતિ બની છે તેમાં 8 એમબીએ, 38 પોસ્ટ ગ્રેજ્યુએટ, 4 ડોક્ટર, 8 પીએચડી અને સાત એન્જિનિયર સામેલ છે. તે સિવાય આઠ બીએડ, 39 ગ્રેજ્યુએટ, છ ડિપ્લોમા છે. 55 ઓબીસી ઉમેદવાર, 31 અનુસૂચિત જાતિ, 14 મુસ્લિમ અને છ કાયસ્થ અને 36 બ્રાહ્મણ ઉમેદવાર છે.


સંજયસિંહે કહ્યું કે હવે ઉત્તર પ્રદેશની જનતા પર નિર્ભર છે કે તે આપના યોગ્ય ઉમેદવારોને જીતાડીને રાજનીતિની ગંદકી સાફ કરે છે કે નહી. આપની પ્રથમ લિસ્ટમાં જાતિ આધારિત સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 10 માર્ચના રોજ મતગણતરી યોજાશે


IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર


 


 


ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?


 


શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ


 


Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર


જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે