દિલ્લી9 હજાર કરોડના દેવાદાર વિજય માલ્યાના કિંગ ફિશર વિલાની હરાજી કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ વિલા ગોવામાં આવેલો છે. તેની હરાજી 19 ઓક્ટોમ્બરના રોજ કરવામાં આવશે. સ્ટેટ બેંક ઓફ ઇંન્ડિયા તરફથી આ હરાજી રાખવામાં આવી છે. આ વિલાની બોલી 85 કરોડ રૂપિયાથી શરૂ કરવામાં આવશે. આ વિલામાં પાંચ મહિના પહેલા જ વિજય માલ્યાએ તેનો 60 મો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વિલા ગોવાનો કંડોલિમ બીચ પર આવેલો છે. આ પ્રોપટી ખરીદનાર કોઈ મળે તેવી આશા હાલ ખૂબ જ ઓછી જોવા મળે છે. આ પહેલા પણ વિજય માલ્યાની પ્રોર્પટીને વહેંચવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ તેના ખરીદનાર મળ્યા ન હતા. આ પહેલા બેંકે કિંગ ફિશરના લોગો સાથે તેની ટેગલાઈનને વહેંચવા માંગતું હતું. લોગોની કિંમત 366 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી, પરંતુ તેના કોઈ ખરીદદાર મળ્યા નહોતા.

ગોવા સ્થિત આ વિલા 12.350 sq મીટરમાં ફેલાયેલો છે. આ વિલામા ત્રણ બેડરૂમ અને એક મોટો લિવિંગ રૂમ છે. વિલાનું ફર્નીચર ગોવાના મશહુર આર્કિટેક ડીન ડીક્રૂજે બનાવ્યું છે.બધુ ફર્નીચર હાથની બનાવટનું છે.