સૂત્રો મુજબ, વિકાસ દુબેએ કહ્યું કે તે પોલીસકર્મીઓની હત્યા બાદ તેમના મૃતદેહ સળગાવવા માંગતો હતો. સળગાવવા માટે મૃતદેહને એક જગ્યાએ એકઠા કર્યા હતા અને તેલની સગવડતા પણ કરી હતી.
સૂત્રએ જણાવ્યું કે વિકાસ દુબેએ પોલીસકર્મીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહી. વિકાસ દુબેએ કહ્યું અમને સૂચના મળી હતી કે પોલીસ સવારે આવશે. પોલીસ રાત્રે જ દરોડો પાડવા આવી ગઈ. ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી નાખશે.
વિકાસ દુબેએ જણાવ્યું કે સીઓ દેવેંદ્ર મિશ્ર સાથે મારે નહોતુ બનતું, ઘણી વખત દેવેંદ્ર મિશ્રએ જોઈ લેવાની ધમકી આપી હતી. વિનય તિવારીએ જણાવ્યું કે સીઓ દેવેંદ્ર મિશ્રા મારી વિરૂદ્ધ છે. સીઓને સામેના મકાનમાં મારવામાં આવ્યા હતા. મારા સાથીઓએ સીઓને માર્યા. તેણે જણાવ્યું કે ઘટના બાદ તમામ સાથીઓને અલગ-અલગ ભાગવા માટે કહ્યું હતું.
શરૂઆતની પૂછપરથ બાદ હવે યૂપી પોલીસ વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી યૂપી લાવી રહી છે. અહીં કોર્ટમાં રજૂ કરશે.
કાનપુરના ચૌબેપુરના બિકરૂ ગામમાં બે જૂલાઈના સીઓ દેવેંદ્ર મિશ્ર સહિત આઠ પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. દિવંગત સીઓ દેવેંદ્ર મિશ્રાની દિકરીએ ઘરમાં રાખેલા દસ્તાવેજોમાંથી એક પત્ર કાઢી મીડિયાને આપ્યો, જેમાં સીઓએ તત્કાલીન એસએસપીને મોકલેલા રિપોર્ટમાં કહ્યું હતું કે એસઓ વિનય તિવારીને ગુનેગાર વિકાસ દુબે સાથે સંબંધો છે.