નવી દિલ્હીઃ કાનપુરના કુખ્યાત બદમાશ અને આઠ પોલીસકર્મીનો હત્યારો વિકાસ દુબે શુક્રવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. યુપી પોલસીની એક એસટીએફ ટીમે અથડામણમાં એન્કાઉન્ટર કરી દીધુ છે. વિકાસ દુબેના મૃત્યુના સમાચાર સાંભળીને હવે તેની મા સરલા દેવી તરફથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.


સરલા દેવીને જ્યારે વિકાસ દુબેના એન્કાઉન્ટરની ખબર પડી તો તેને મીડિયાથી દુર બનાવી લીધી, અને પોતાની જાતને ઘરમાં બંધ કરી લીધી હતી. એવુ પણ કહેવાઇ રહ્યું છે કે તેમની તબિયત બગડી ગઇ છે. જોકે આ બધાની વચ્ચે સરલા દેવીએ પોલીસને કહ્યું કે પુત્ર વિકાસ દુબે સાથે તેને કોઇ લેવાદેવા નથી. આની સાથે સરલા દેવુ કહેવુ છે કે તે કાનપુર નથી જવા માંગતી. તેમને કહ્યું કે તે લખનઉમાં છે અને ત્યાં જ રહેવા ઇચ્છે છે.

સરલા દુબે પોતાની પુત્ર દીપ પ્રકાશની પત્નીની સાથે લખનઉમાં કૃષ્ણાનગરના ઇન્દ્રલોક કૉલોનીમાં રહે છે. વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં ઠાર મરાયાની ખબર બાદ તેમનુ નિવેદન સામે આવ્યુ છે. તેમને પોલીસને કહ્યું કે વિકાસ દુબે સાથે તેને કોઇ લેવા દેવા નથી. વળી, એક દિવસ વિકાસ દુબેના પકડાયા બાદ પણ તેમને કહ્યું હતુ કે સરકારને જે ઉચિત લાગે તે કરે.



માં સરલા દુબેને બધા પત્રકારોએ તેમના પુત્રની ધરપકડ વિશે પુછ્યુ તો તેમને કહ્યું કે સરકારને જે ઉચિત લાગે તે કરે, અમારા કહેવાથી કંઇજ નહીં થાય. આટલી મોટી સરકાર, હાલના સમયમાં તે બીજેપીમાં નથી, તે સપામાં છે હાલ. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તેમનો દીકરો કઇ પાર્ટીમાં છે તો તેમને સ્પષ્ટી રીતે કહ્યું કે તે સમાજવાદી પાર્ટીમાં છે. જ્યારે માં સરલા દેવીને પુછવામાં આવ્યુ કે હાલ સરકારે શું કરવુ જોઇએ, તો તેમને કહ્યું અમે શું જાણીએ શું કરવુ જોઇએ.